સુપરસ્ટાર રજનીકાંતને 2019નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ : કેન્દ્રીય મંત્રી જાવડેકરની જાહેરાત

પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું,  ‘અમને ખુશી છે કે દેશના તમામ ભાગના ફિલ્મ સર્જકો, કલાકારો, અભિનેત્રીઓ, ગાયકો, સંગીતકારોને સમય સમય પર દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો છે. આજે, આપણે મહાન નાયક સાઉથના સુપરસ્ટાર એવા રજનીકાંતને આ વર્ષે દાદાસાહેબ ફાળકે એવોર્ડ જાહેર કરવામાં ખૂબ જ ખુશ છીએ. રજનીકાંત છેલ્લા 5 દાયકાથી સિનેમા જગત પર રાજ કરી રહ્યા છે સાથે જ પોતાના ફેન્સ માટે મેહનત કરી લોકોનું મનોરંજન પણ કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ વખતે દાદા સાહેબ ફાળકેની જ્યુરીએ રજનીકાંતને આ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે.

‘આ વર્ષે પસંદગી જૂરીએ આ મહત્વનું કાર્ય કર્યું છે. આ જૂરીમાં આશા ભોંસલે, મોહનલાલ, વિશ્વજીત ચેટર્જી, શંકર મહાદેવન અને સુભાષ ઘાઇ, આ પાંચ ન્યાયાધીશોએ એક બેઠક યોજી હતી અને મહાન અભિનેતા રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની ભલામણ કરી હતી.

પ્રકાશ જાવડેકરે વધુમાં કહ્યું કે, ‘રજનીકાંતે તેમની પ્રતિભા, મહેનત અને સમર્પણથી આ સ્થાન લોકોના હૃદયમાં પ્રાપ્ત કર્યું છે. આ તેમનો હક છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ મહત્વપૂર્ણ છે કારણ કે દાદા સાહેબ ફાળકે 1913 માં પહેલુ પતચિત્ર રાજા હરીશચંદ્ર બનાવ્યુ હતું. હરીશચંદ્ર સિનેમા પછી, આ પ્રથમ મહર્ષિ કહેવાતા દાદાસાહેબ ફાળકેનું મૃત્યુ થયું હતું જેથી આ પછી, આ એવોર્ડ તેમના નામ પર રાખવામાં આવ્યો અને આજદિન સુધી આ એવોર્ડ 50 વખત આપવામાં આવ્યો છે.