લ્યો બોલો, સુરતમાં કોરોના વેક્સિન લગાવ્યા વગર ઘણાને વેક્સિનના પ્રમાણપત્ર મળી ગયા….

સુરત શહેરના પાંડેસરામાં રહેતા અનૂપ નામના વ્યક્તિએ જણાવ્યું કે તેના પિતાની ઉંમર લગભગ 60 વર્ષની છે. તેમને રસીકરણ પણ કરાવ્યું નથી, પરંતુ તેનું પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે નજીકના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરમાં 13 માર્ચે અમારે આખા કુટુંબ માટે એક એપોઇન્ટમેન્ટ હતી, પરંતુ જ્યારે અમારો નંબર આવ્યો ત્યારે અમે કોઈ ઇવેન્ટ માટે શહેરની બહાર ગયા હતા. તો પણ એ તારીખે અમોને રસીકરણનું પ્રમાણપત્ર બની ગયું.

આ કેસો અંગે સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરમાં એવા ઘણા પરિવારો છે કે જેને 13 માર્ચે કોમ્યુનિટી સેન્ટરોમાં રસી અપાવવાની હતી, પરંતુ તેમને પણ રસીકરણ વિના પ્રમાણપત્ર મળ્યા છે.

જ્યારે આ મામલો ખુલ્યો ત્યારે શહેરના નાયબ કમિશનર (આરોગ્ય) ડો.આશિષ નાયકે કહ્યું કે અમે અમારા આઇટી વિભાગ સાથે સતત સંપર્કમાં છીએ, જેથી આ ખામી સુધારી શકાય. આ ઉપરાંત સર્ટિફિકેટ આપવાના પ્રશ્નના ડો.આશિષે જણાવ્યું હતું કે, અમારા તબીબી રેકોર્ડ મુજબ જે લોકોના આધારે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે લોકો જ રસીકરણમાં ભાગ લીધો છે. આવા કિસ્સાઓમાં, જેમને રસીકરણવિના પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે, તે તકનીકી સમસ્યાને કારણે છે.