હવે, મૂંબઈમાં વિકટોરિયા બગીની મુસાફરી : નવા જમાનાની વિકટોરિયા બગી ઘોડા દ્વારા નહીં ઈલેટ્રિક બેટરીથી દોડશે…!!!

એક જમાનામાં તળ મુંબઇનું આકર્ષણ ગણાતી બગી ફરી એક વાર નવા અંદાજમાં મુંબઇના રસ્તાઓ પર દોડતી જોવા મળશે. વિક્ટોરિયા બગી ઘોડા પર નહીં પરંતુ ઇલેક્ટ્રિક બેટરી પર દોડશે. રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ આ બગીની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

પરિવહન ખાતા દ્વારા બગીને દક્ષિણ મુંબઇના રસ્તા પર ફરીથી દોડાવવા માટે પરવાનગી આપવામાં આવી હતી. આ નવી સવારી અંગે કંપનીએ જણાવ્યું હતું કે, વિક્ટોરિયા બગી ૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. પર્યાવરણને અનુકૂળ એવી આ સવારી ફરી એક વાર દક્ષિણ મુંબઇના રસ્તા પર દોડતી જોવા મળશે. હાલમાં ટ્રાયલ ચાલી રહી છે પણ આવતા રવિવાર સુધીમાં તેને લૉંચ કરવામાં આવશે. જોકે, મુંબઇના રસ્તા પર આવતા મહિનેથી વિક્ટોરિયા બગી જોવા મળશે.