બંગાળની ચૂંટણી 2021: મમતા બેનર્જીએ નંદીગ્રામ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી, કહ્યું- મારા માટે નંદિગ્રામ નવું નથી

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના વડા મમતા બેનર્જીએ બુધવારે નંદીગ્રામ બેઠક પરથી રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભર્યા પછી, મમતા બેનર્જીએ કહ્યું કે મારા માટે નંદીગ્રામ નવુંનથી. મેં અહીંના લોકો માટે આંદોલન કર્યું હતું અને ભૂખ હડતાલ પર ઉતરી હતી. ભવનીપુરથી નંદિગ્રામ જવા પર મમતા બેનર્જીએ કહ્યું કે મારા માટે આ કોઈ નવી જગ્યા નથી. હું હંમેશા સિંગુર અથવા નંદીગ્રામથી ચૂંટણી લડવા ઇચ્છતીહતી.

તૃણમૂલ કોંગ્રેસ સરકારના ભૂતપૂર્વ પ્રધાન, અધિકારીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ભાજપમાં જોડાયા હતા. તેમણે અગાઉ કહ્યું હતું કે ભાજપ નંદીગ્રામથી 5૦,૦૦૦ મતોથી ટીએમસીને હરાવશે.

મંગળવારે, નંદિગ્રામની આ બેઠક માટે નામાંકન નોંધાવતા પહેલા, મમતા બેનર્જીએ એક રેલીમાં ભાજપ પર પ્રહાર કરતા હિન્દુત્વના જવાબમાં બ્રાહ્મણકાર્ડ રમ્યું હતું. તેમણે કહ્યું કે હું બ્રાહ્મણ છું અને મને હિન્દુ બનવાનું કોઈ ન શીખવે. તેમણે બુધવારે શિવ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.

આપને જણાવી દઈએ કે 27 માર્ચથી 29 એપ્રિલની વચ્ચે, પશ્ચિમ બંગાળની ચૂંટણી આઠ તબક્કામાં મતદાન યોજાશે અને મતગણતરી 2 મેના રોજ યોજાશે. પ્રથમ તબક્કા માટે 27 માર્ચે મતદાન, બીજા તબક્કામાં 1 એપ્રિલે, ત્રીજો તબક્કો 6 એપ્રિલ, ચોથો તબક્કો 10 એપ્રિલ, પાંચમો તબક્કો 17 એપ્રિલ, છઠ્ઠો તબક્કો 22 એપ્રિલ, 26 મી એપ્રિલે સાતમો તબક્કો અને મતદાનનો છેલ્લો તબક્કો 29 એપ્રિલના રોજ યોજાશે. વર્ષ 2016 માં, પશ્ચિમ બંગાળમાં 4 એપ્રિલથી 5 મે સુધી વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઇ હતી.