રણબીર કપૂર કોવિડ -19 પોઝિટિવ બન્યો…???
એક તરફ કોવિડ -19 ની રસી આવી ગઈ છે, તો બીજી બાજુ, આ વાયરસથી ચેપના કેસો અટક્યા નથી. હાલમાં જ બોલીવૂડ એક્ટર રણબીર કપૂર વિશે ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રણબીર કપૂરને કોરોના ચેપ લાગ્યો છે. જે બાદ તે ક્વોરેન્ટાઇનમાં છે અને આરામ કરી રહ્યો છે. જો કે બીજી તરફ તેના કાકા રણધીર કપૂરની રણબીર કપૂર પરની પ્રતિક્રિયા પણ પ્રકાશમાં આવી છે. તેમણે પુષ્ટિ આપી છે કે રણબીરની તબિયત સારી નથી.
થોડા સમય પહેલા નીતુ કપૂર પણ ફિલ્મના શૂટિંગ દરમિયાન કોવિડ -19 પોઝિટિવ (positive) હોવાનું જણાયું હતું. જો કે, તે પછી તે પણ સ્વસ્થ થઈ ગઈ. અને સાથે જ પિંકવિલાના એક અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રણબીર કપૂરના પરીક્ષણ બાદ કોરોના ચેપની પુષ્ટિ થઇ છે. રિપોર્ટમાં આ મામલે રણબીરના કાકા રણધીર સાથે પણ વાત કરવામાં આવી છે.
ઘણી વખત આ પ્રકારના સમાચાર માત્ર આફવા સ્વરૂપે પણ તરી આવતા હોય છે, ત્યારે આ સમાચારની પુષ્ટિ કરવા માટે પણ પ્રયત્ન હાથ ધરાયો હતો. જ્યારે રણધીરને પૂછવામાં આવ્યું કે શું રણબીરને કોરોના ચેપ લાગ્યો હોવાના અહેવાલો સાચા છે? તો તેણે પહેલા ‘હા’ કહ્યું પણ પછી સ્પષ્ટતા કરતા તેણે કહ્યું, ‘મારું માનવું છે કે રણબીરની તબિયત સારી નથી, મને ખબર નથી કે તેણે આ પરીક્ષણ કર્યું છે કે નહીં. અને તેને કોરોના ચેપ લાગ્યો છે કે કેમ, કારણ કે હાલ હું નગરમાં નથી‘.
રિપોર્ટમાં દાવો પણ કરવામાં આવ્યો હતો કે રણબીર અને તેના પરિવાર સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. હજી સુધી રણબીરના પરિવારે આ વિશે કોઈ માહિતી આપી નથી, તેથી આ અહેવાલોની પુષ્ટિ આ અહેવાલો દ્વારા પણ કરી શકાતી નથી.