ગુજરાતનું વર્ષ 2021-22 માટે રૂ. 2,27,029 કરોડનું બજેટ : નાણામંત્રી નીતિન પટેલે આજ ગુજરાત વિધાનસભામાં રજૂ કર્યું બજેટ

નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં 2021-22 માટે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી અને લોકડાઉનને કારણે સરકારની આવકમાં થયેલા ઘટાડોને કારણે રાજ્યના બજેટના કદમાં સામાન્ય વધારો થવાની શક્યતા જોવામાં આવી રહી છે. બજેટ જાહેર કરતાં પહેલાં નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હવે આપણી કોરોનાની મહામારીથી બહાર આવી રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાએ અમને સહયોગ આપ્યો છે.

નાયબ મુખ્યમંત્રી અને નાણાપ્રધાન નીતિન પટેલ આજે વિધાનસભામાં રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કર્યું છે. રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થઇ રહ્યું છે, તો નીતિન પટેલ (Nitin Patel) પોતે નવમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.

નીતિન પટેલે બજેટ સ્પીચની શરૂઆત કવિતાથી કરી હતી. તેમણે ‘અમે મક્કમ છીએ, અડીખમ છીએ, ગુજરાતને નવી ઉંચાઈએ લઇ જવા મક્કમ છીએ, આત્મનિર્ભર ભારત બનાવવા મક્કમ છીએ’ કવિતા રજૂ કરીને બજેટ સ્પીચની શરૂઆત કરી હતી.

વિધાનસભા બજેટ 2021-22 અપડેટ

 • રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ
 • શિક્ષણ માટે રૂ. 32 હજાર કરોડની જોગવાઈ
 • ધોરણ 9-1૦માં અભ્યાસ કરતા 6 લાખ 63 હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા રૂ.549 કરોડની જોગવાઇ કરવામાં આવી છે
 • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11 હજાર 323 કરોડ
 • મહિલા અને બાળવિકાસ માટે રૂ. 3511 કરોડ
 • કૃષિ અને સહકાર ક્ષેત્ર માટે 72.32 કરોડ રૂપિયા
 • ફૂડ પ્રોસેસિંગ માટે 82 કરોડ રૂપિયા
 • શહેરી વિકાસ માટે 13 હજાર 493 કરોડની જોગવાઈ
 • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8,796 કરોડની જોગવાઈ
 • માર્ગ અને મકાન વિભાગને 11 હજાર 185 કરોડ
 • પાણી પુરવઠા વિભાગ માટે 3974 કરોડ
 • આદિજાતિ વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ કરવામાં આવી
 • બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડ
 • અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને 1224 કરોડની જોગવાઈ
 • રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે 507 કરોડની જોગવાઈ
 • બગાયત ક્ષેત્ર માટે 442 કરોડ રૂપિયાની જોગવાઈ
 • જળ સંપત્તિ વિભાગ માટે 5494 કરોડ રૂપિયા
 • કૃષિ અને સહકાર વિભાગ માટે 7232 કરોડ રૂપિયા
 • ખેત પેદાશ વેચાણ વ્યવસ્થા માટે 78 કરોડ રૂપિયા
 • ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ