અંબાણીના ઘરની બહાર પાર્ક કરેલી કાર મુંબઇના વિક્રોલી વિસ્તારમાંથી ચોરી થઈ હતી….

પોલીસને મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલી શંકાસ્પદ કાર વિશે મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે, અંબાણીના ઘરની બહાર પાર્ક કરેલી કાર થોડા દિવસો પહેલા મુંબઇના વિક્રોલી વિસ્તારમાંથી ચોરી થઈ હતી. કારનો નંબર ક્ષતિગ્રસ્ત થયો હતો પરંતુ તેણે કારના વાસ્તવિક માલિકની ઓળખ થઇ ગઇ છે.

મુંબઈ પોલીસે માહિતી આપી હતી કે મુકેશ અંબાણીના ઘરની બહાર કાર પાર્ક કરનાર વ્યક્તિ સીસીટીવી ફૂટેજમાં જોવા મળી છે. જો કે, તે વ્યક્તિના મોં પર માસ્ક હતો અને તેના માથા પર હૂડનો ઉપરનો ભાગ મૂક્યો હતો, જેના કારણે તે વ્યક્તિની ઓળખ થઈ શકી ન હતી.

ગુરૂવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના દ. મુંબઇ સ્થિત એન્ટિલિયા બંગલાની બહાર એક શંકાસ્પદ કારમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ કાવતરુ ઘડનારાઓ છેલ્લા એક મહિનાથી એન્ટિલિયા પર નજર રાખતા હતા. એટલું જ નહીં, આ લોકોએ મુકેશ અંબાણીના કાફલાનો અનેક વખત પીછો પણ કર્યો હતો.

એન્ટિલિયાની બહારથી મળી આવેલી શંકાસ્પદ કારમાંથી કે જેમાં વિસ્ફોટક હતા તેમાંથી જ એક પત્ર પણ મળી આવ્યો છે. આ પત્ર હાથથી લખાયો નથી. આ પત્ર જે બેગમાંથી મળ્યો તેના પર લખેલુ હતુ ‘મુંબઈ ઈન્ડિયન.’  પત્રમાં લખ્યું છે કે, ‘મુકેશ ભૈયા અને નીતા ભાભી આ ફક્ત ટ્રેલર હતું, આગલી વખતે સામાન પૂરો લઇને તમારી પાસે આવશે આખી વ્યવસ્થા થઈ ગઈ છે. સાવચેત રહો શુભ રાત્રિ.‘