26 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરત આવશે : કેજરીવાલે ખુદ ટ્વિટર પર વિડીયો દ્વારા જાણકારી આપી…..

સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર જીત મેળવી છે. સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ આપ સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવશે. 26 ફેબ્રુઆરીએ કેજરીવાલ અને મનીષ સિસોદીયા સુરત આવશે. અરવિંદ કેજરીવાલે ખુદ ટ્વિટર પર વિડીયો પોસ્ટ કરી જાણકારી આપી છે. કેજરીવાલે વિડિયો દ્વારા ગુજરાતીમાં ગુજરાતનાં લોકોનો આભાર માન્યો હતો.

સુરતમાં આપને વધુ બેઠકો પર જીત મળતા કેજરીવાલ રોડ શો કરશે. સુરતમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફોન કરીને ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને શુભકામનાઓ આપી છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ શાનદાર એન્ટ્રી કરી છે. ત્યારે હવે 26 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરતમાં આવે તેવી ચર્ચા વહેતી થઈ છે. આપને મળેલી ભવ્ય સફળતા બાદ તેઓ અભિવાદન માટે સુરત પહોંચશે અને વરાછા વિસ્તારમાં ભવ્ય રોડ-શો કરે તેવી શક્યતા છે.