કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીની ગેસના બાટલા પર બેસી અનોખી રીતે ચૂંટણી સભા
દેશમાં કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે ત્યારે તેનો વિરોધ કરવા માટે કોંગીના નેતા પરેશ ધાનાણીએ અનોખી રીત અપનાવી હતી. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગઈકાલે રાત્રે અમદાવાદમાં ખોખરા વોર્ડમાં સભાને સંબોધન કરતી વખતે સ્ટેજ પર પાંચથી સાત જેટલા ગેસના બાટલા ગોઠવ્યા હતા. ધાનાણીએ ગેસના બાટલા પર બેસીને સભાને સંબોધન કર્યુ હતું.
ધાનાણીએ ગેસના બાટલા પર બેસીને સભાને સંબોધન કરતાં લોકોનું ધ્યાન તેના પર ગયુ હતું. ધાનાણીએ કહ્યું હતું કે કમળને ભૂલી ન શકાય કારણ કે, ગેસ સિલિન્ડરના ૪૬૦ના ૭૫૦ થયા, માસ્ક ના પહરો તો ૧૦૦૦નો દંડ , ૧૨૦૦નો ઘ રવેરો ૩૬૦૦નો થયો , કોરોનાના નામે નિર્દોષ લોકોને માર્યા , ટ્રફિકના નિયમના નામો રોજ લાખ્ખો રૂપિયા લૂંટાય છે , ૬૮નું પેટ્રોલ ૮૭નું થયુ , ટોલ ટેક્ષના નામે પણ લૂંટ કરાય છે , ફાયર વિભાગ પાસે બે માળ સુધી પહોચી શકાય તેવી સીડી નહોતી. કોઈ વિરોધ કરે એટલે તેને દેશદ્રોહી ચિતરવાનો , એટલે કમળને કેવી રીતે ભુલાય. આ તો ભાજપની તાનાશાહી છે.