ઈલેકશન ઇફેક્ટ : આસામ વિધાન સભા ચૂંટણી અગાઉ આસામ સરકારે વધારાની સેસમાં ઘટાડો કરી પેટ્રોલ-ડીઝલમાં 5 રૂપિયા ઘટાડયા….
આસામ વિધાન સભા ચૂંટણી અગાઉ નાણા પ્રધાન હિમન્તા બિશ્વા સર્માએ ગૃહમાં રૂ. ૬૦,૭૮૪.૦૩ કરોડનું લેખાનુદાન રજૂ કર્યું હતું અને પેટ્રોલ તેમ જ ડીઝલ પરના વધારાના સેસ (ઉપકર)માં ઘટાડો કરતા પેટ્રોલ અને ડીઝલ પ્રતિલિટર પાંચ રૂપિયા સસ્તું થયું હતું. તેમણે કહ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર વધારાનો સેસ લાદવામાં આવ્યો હતો. હવે કોરોનાના દરદીઓ ઘટી રહ્યા છે ત્યારે આ વધારાનો સેસ પાછો ખેંચી લેવાના પ્રસ્તાવને મંજૂરી આપવા બદલ પ્રધાનમંડળના મારા સાથીદારોનો હું આભાર માનું છું, એમ તેમણે કહ્યું હતું.
આ વધારાનો સેસ ઘટાડવાને કારણે શુક્રવારે મધરાતથી આસામમાં પેટ્રોલ અને ડીઝલ પ્રતિલિટર પાંચ રૂપિયા સસ્તાં થશે અને તેને કારણે રાજ્યના લાખો ગ્રાહકોને લાભ થશે, એમ તેમણે કહ્યું હતું.