રાજ કપૂરના સૌથી નાના પુત્ર અને રણધીર અને ઋષિ કપૂરના નાના ભાઇ રાજીવ કપૂરનું અવસાન
આજે બોલીવુડના કપૂર ખાનદાનમાંથી વધુ એક દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. રાજ કપૂરના સૌથી નાના પુત્ર અને રણધીર અને ઋષિ કપૂરના નાના ભાઇ રાજીવ કપૂરનું મંગળવાર 9 ફેબ્રુઆરી 2021 ના રોજ અવસાન પામ્યા છે. રાજીવ કપૂર 58 વર્ષના હતા. અહેવાલ છે કે અહેવાલો અનુસાર, તેનું મોત હાર્ટ એટેકથી થયું હતું. હાર્ટ એટેક પછી ઉતાવળમાં રણબીર કૂપર તેને ચેમ્બુરની હોસ્પિટલમાં લઈ ગયા હતાં, પરંતુ ત્યાંના ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ગયા વર્ષે જ ઋષિ કપૂરનું કેન્સરથી મૃત્યુ થયું હતું. હજુ તો કુટુંબ તે દુ:ખમાંથી પણ બહાર આવી શક્યું નથી કે હવે કપૂર પરિવાર ઉપર ફરીથી દુ:ખ આવી પડ્યું છે.
રણધીર કપૂરે આ દુ:ખદ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું કે મારો સૌથી નાનો ભાઈ રાજીવ ગુમાવ્યો છે. હવે તે આ દુનિયામાં નથી. ડોકટરોએ તેને બચાવવા માટે પૂરા પ્રયાસ કર્યા પણ તે બચાવી શક્યા નહીં. હું હજી પણ હોસ્પિટલમાં છું અને તેની ડેડબોડી મળવાની રાહ જોઈ રહ્યો છું. નીતુ કપૂરે પણ રાજીવ કપૂરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને તેમના મોતના સમાચારની પુષ્ટિ કરી છે.
રાજીવ કપૂરે રાજ કપૂર દિગ્દર્શિત ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’ થી પોતાની ઓળખ બનાવી હતી. આ પછી, તે કેટલીક ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તેમણે ઋષિ કપૂરની મુખ્ય ભૂમિકા ‘પ્રેમ ગ્રંથ’નું નિર્દેશન પણ કર્યું હતું.