એલપીજી સબસિડી બંધ થઈ શકે છે…..?!?

નાણાં મંત્રાલયે નાણાકીય વર્ષ 2022 માટે પેટ્રોલિયમ સબસિડી ઘટાડીને રૂપિયા 12,995 કરોડ કરી દીધી છે. આ જ બજેટમાં સરકારે કહ્યું છે કે ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા વધારીને એક કરોડ કરવામાં આવશે. સરકારને આશા છે કે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થવાથી તેમના પર સબસિડીનો ભાર ઓછો થશે. મિન્ટના અહેવાલ મુજબ એક સરકારી અધિકારીએ કહ્યું છે કે સરકાર સબસિડી નાબૂદ કરવાની દિશામાં આગળ વધી રહી છે આ જ કારણ છે કે કેરોસીન અને એલપીજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 

તમને જણાવી દઇએ કે ગત વર્ષે પણ એલપીજીના ભાવમાં સતત વધારો થયો હતો. પેટ્રોલની કિંમતમાં થયેલા વધારાની તુલનામાં એ ઓછો છે. આવી જ સ્થિતિ આગામી વર્ષે જોવા મળી શકે છે. ફક્ત છૂટક બળતણ વિક્રેતાઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે. એલપીજી આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક અને ડોલર સામે રૂપિયાના વિનિમય દર પર આધારીત છે. સરકાર એલપીજી માટે સબસિડીની રકમ ડાઇરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ લાભાર્થીઓના ખાતામાં મોકલે છે, જે પછી જાહેર ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ દ્વારા રાહત દરે વેચાય છે.