ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ: આરબીઆઈનો લાવશે ડિજિટલ ચલણ યાને ભારતીય ક્રિપ્ટોકરન્સી

નાણાં પ્રધાન ર્નિમલા સીતારામને સંસદમાં બજેટ કર્યું તે સાથે ક્રિપ્ટો કરન્સીને નિયંત્રિત કરતું બિલ રજૂ કર્યું. તે અત્યંત મહત્ત્વનું છે. આ બિલના બે ઉદ્દેશો છે. એક, ભારતમાં બિટકોઈન સહિત જે ક્રિપ્ટો કરન્સીના સોદાઓ ચાલી રહ્યા છે તેના પર પ્રતિબંધ મૂકવો. બે, ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સત્તાવાર રીતે ક્રિપ્ટો કરન્સી બહાર પાડવાની ભૂમિ કા તૈયાર કરવી. જાે રિઝર્વ બેન્ક દ્વારા ક્રિપ્ટો કરન્સી બહાર પાડવામાં આવશે તો તે નોટબંધી કરતાં પણ વધુ ક્રાં તિકારી પગલું હશે. સત્તાવાર રીતે ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરનારો ચીન પછીનો બીજાે દેશ ભારત બનશે. ભારતમાં નોટબંધી સફળ નહોતી થઈ, કારણ કે ત્યા રે બજારમાં કોઈ ડિજિ ટલ કરન્સી નહોતી. હવે જાે સરકાર નોટબંધી કરશે તો પેપર કરન્સી કેન્સલ કરીને બધાને ક્રિપ્ટો કરન્સી આપી દેવાશે.

ચીનના અર્થતંત્રે ઝડપી પ્રગતિ કરી તે પછી ચીન જગતના અર્થતંત્રમાં ડોલરના પ્રભાવને ખતમ કરીને યુઆનનો પ્રભાવ સ્થાપિ ત કરવા તનતોડ પ્રયાસો કરી રહ્યું છે. વર્તમાનમાં ખનિજ તેલનું ઉત્પાદન કરતાં દેશો તેમનું ઓઇલ ડોલરમાં જ વેચતા હોવાથી દુનિયાના લગભગ તમામ દેશોને ડોલરની જરૂર પડે છે. અમેરિકાનું બાહ્ય દેવું વધીને આશરે ૬,૦૦૦ અબજ ડોલર પર પહોંચી ગયું છે, જેમાંનું ૧,૦૦૦ અબજનું દેવું ચીન સાથેના વેપારમાં થઈ ગયું છે. ચીન જાે તેની પાસેના ડોલર વેચવા કાઢે તો અમેરિકાનું અર્થતંત્ર ખતમ થઈ જાય પણ તે પહેલાં વિશ્વયુદ્ધ થઈ જાય તેમ છે. આ કારણે ચીને અમેરિકાને હરાવવા માટે આર્થિક યુદ્ધ છેડી દીધું છે. ચીન તેના યુઆનને ડોલરના સ્થાને રિઝર્વ કરન્સી તરીકે સ્થાપિત કરવા પ્રયત્નશીલ છે; પણ આરબ દેશો અમેરિકાની પડખે હોવાથી તેને સફળતા મળતી નથી. હવે ડોલરનો મુકાબલો કરવા માટે ચીને ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ચીનની સરકાર સત્તાવાર ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરનારી વિ શ્વની પહેલી સરકાર હશે. ચીન જાે ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરશે તો દુનિ યાના બીજા દેશોને પણ તેની નકલ કરવાની ફરજ પડશે. દુનિયાનું અર્થતંત્ર ધીમા પગલે પહેલાં ડિજિટલ કરન્સી તરફ અને પછી ક્રિપ્ટો કરન્સી તરફ આગળ વધી રહ્યું છે તેમાં કોઈ શંકા નથી.

બ્લોકચેઈન ટેકનોલોજીના આધારે પેદા થતી ક્રિપ્ટો કરન્સી છેલ્લા એક દાયકાથી ચલણમાં છે, પણ તેની લેવેચ ખાનગી સાહસિકો કરે છે. તેનો ઉપયોગ રોકાણના માધ્યમ તરીકે અને સટ્ટા માટે વધુ થાય છે. વિનિમયના માધ્યમ તરીકે હજુ સુધી કોઈ દેશમાં ક્રિપ્ટો કરન્સીને મંજૂરી મળી નથી. ભારતની રિઝર્વ બેન્કે ત્રણ વર્ષ પહેલાં ક્રિપ્ટો કરન્સી ની લેવેચ પર પ્રતિબંધ મૂક્યો હતો, પણ ગયા વર્ષે ભારતની સુપ્રિમ કોર્ટે તે પ્રતિબંધ ઉઠાવી લીધો છે. તેને કારણે ભારતમાં પણ સરકારી સ્તર પર ક્રિપ્ટો કરન્સી ના પ્રારંભ માટેનું મેદાન સાફ બન્યું છે.

ચીનની સામ્યવાદી સરકાર છેક ૨૦૧૪થી ક્રિપ્ટો કરન્સીનો વિકાસ કરવા પ્રયત્નશીલ છે. થોડા સમય પહેલાં ફેસબુકે પોતાની ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જેનું નામ લિ બ્રા પાડવામાં આવ્યું હતું. ફેસબુકના વિશ્વભરમાં ૨.૩ અબજ વપરાશકારો હોવાથી તેની ક્રિપ્ટો કરન્સી લોન્ચિંગ સાથે જ હિટ પુરવાર થાય તેવી સંભાવના હતી. ફેસબુકની જાહેરાત પછી અમેરિકાની સરકાર પણ તેની પોતાની ક્રિપ્ટો કરન્સી બહાર પાડવાની વિચારણા ચલાવી રહી હતી, પણ ચીન તે બાબતમાં આગળ વધી ગયું છે. ચીનનું ઉદાહરણ લઈને દક્ષિણ કોરિયા, રશિ યા, સ્વીડન વગેરે ઘણા દેશોની સરકારો દ્વારા તેમની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી બહાર પાડવાની તૈયારી કરી છે. ભારતની સરકાર પણ આ દિશામાં આગળ વધી રહી હોય તેવી તમામ સંભાવનાઓ છે. ભારત સરકાર દ્વારા ડિજિટલ કરન્સી નો પ્રચાર થઈ રહ્યો છે તે પણ ક્રિપ્ટો કરન્સી ની દિશામાં આગેકૂચ છે.

દુનિયામાં આજે બે ડઝનથી વધુ ખાનગી ક્રિપ્ટો કરન્સી પ્રચલિ ત છે, જેમાં મુખ્ય બિટકોઈન છે. બિટકોઇન લોન્ચ કરવામાં આવ્યો ત્યા રે તેની કિંમત એક ડોલર જેટલી હતી. કોઈ સમયે તે કિં મત વધીને ૧૦,૦૦૦ ડોલર પર પહોંચી ગઈ હતી.
ક્રિપ્ટો કરન્સીની ખાસિયત છે કે તેની નકલ કરી શકાતી નથી અને તેની ચોરી કરી શકાતી નથી. જે રીતે ડિજિટલ કરન્સીની લેવડદેવડ મોબાઇલ વડે કરી શકાય છે, તેમ ક્રિપ્ટો કરન્સી ની લેવડદેવડ પણ મોબાઇલ વડે થઈ શકે છે. જો તેના માટે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરવો હોય તો બ્લુટુથ વડે પણ લેવડદેવડ કરી શકાય છે. ભારત સરકાર દ્વારા જ્યારે પણ ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરવામાં આવશે ત્યારે તેનો સંપૂર્ણ કન્ટ્રોલ સરકારના હાથમાં જ હશે તેમાં કોઈ શંકા નથી. વર્તમાનમાં ભારત સરકાર દ્વારા તેના વિષયક કાયદાઓ ઘડાઈ રહ્યા છે, જેથી ભવિ ષ્યમાં કોઈ તેનો દુરુપયોગ કરી શકે નહીં. ભારતની સરકાર દ્વારા અન્ય કોઈ પણ ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવશે. ભારતની ક્રિપ્ટો કરન્સી રિઝર્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવશે. અન્ય બેન્કો તેનું વિતરણ કરશે. પ્રારંભમાં પેપર કરન્સી નું રૂપાંતર ક્રિપ્ટો કરન્સી માં કરી શકાશે, પણ ભવિષ્યમાં પેપર કરન્સી નામશેષ થઈ જશે.