બજેટમાં મધ્યમ વર્ગને ઠેંગો : મધ્યમ વર્ગના ભોગે કિસાનોને મલમ લગાડવાની કોશિશ…..
નાણામંત્રી નિર્મલા સીતારામણે રજૂ કરેલા બજેટમાં મધ્યમ વર્ગને ફરી એકવાર નિરાશાનો અહેસાસ થયો છે. આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, કે રોકાણ પર મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો નથી, જેનાથી મધ્યમ વર્ગને નિરાશા હાથ લાગી છે. બીજી તરફ, સરકારે મધ્યમ વર્ગને આપવામાં આવેલા આ ઘાથી ખેડૂતોને સાજા કરવાનો પ્રયાસ કર્યો છે. પેટ્રોલ, ડીઝલ અને સોના ઉપર કૃષિ સેસ લાદવામાં આવ્યો છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં પેટ્રોલ પર 2.5 રૂપિયાનો કૃષિ સેસ અને ડીઝલ પર રૂ.4 આ ઉપરાંત સોનામાં 2.5% કૃષિ સેસ લાગશે.
હકીકતમાં, સરકારે સોના પરની કસ્ટમ ડ્યુટી 12.5% થી ઘટાડીને 7.5% કરી દીધી છે. આ રીતે, મધ્યમ વર્ગને સોનાની આયાત પરના ટેક્સમાં 5% રાહત મળશે. પરંતુ સરકારે આના પર અલગથી 2.5% નો કૃષિ સેસ લગાવી દીધો છે. આ રીતે, સોના પર કસ્ટમ ડ્યુટીમાં 5% ની રાહત હવે 2.5% રહેશે. સરકારે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ દ્વારા ખેડુતોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. આ સેસ દ્વારા એકત્ર કરેલા નાણાંનો ઉપયોગ ખેડુતો અને કૃષિ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે કરવામાં આવશે.
સેસની ઘોષણા કરતા નાણાં પ્રધાને બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે, ‘આનાથી ખેડૂતો માટે આજીવિકાની તકોમાં વધારો થશે. આ માટે, હું સંસાધનો વધારવા માટે કેટલીક વસ્તુઓ પર કૃષિ સેસ લાગુ કરવાની દરખાસ્ત કરું છું.’ જો કે નાણાં પ્રધાને કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન અમે સુનિશ્ચિત કરીશું કે મોટાભાગની વસ્તુઓની ખરીદી માટે ગ્રાહકો પર કોઈ વધારાનો બોજો ન આવે.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ પરના સેસથી ગ્રાહકોને અસર નહીં થાય, તરફ આ સેસ લાગુ થશે અને બીજી તરફ પાયાની એક્સાઇઝ ડ્યૂટી અને વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવશે. તેનાથી ગ્રાહકો પર કોઈ વધારાનો ભાર નહીં પડે. આ સિવાય નાણાં પ્રધાને દારૂ, પામ તેલ, સફરજન, ખાતરો, કપાસ સહિત અન્ય ઘણી બાબતો પર પણ સેસ લગાવવાનો નિર્ણય કર્યો છે.