હાલ લોહાણા મહાપરિષદના બનેલા પ્રમુખની વિશેષ લાયકાત : તેઓ આર્થિક રીતે ખમતીધર ખીમજી ભગવાન ટ્રસ્ટના પ્રમુખ છે….?!?
મહાપરિષદના પ્રમુખ બદલાયા, પણ સંસ્થાના વહીવટી માળખામાં પરિવર્તન આવશે…???
તાજેતરમાં ભારત સરકારે લિજ્જત પાપડ, મહિલા ગૃહ ઉદ્યોગના પ્રણેતા રઘુવંશી સમાજના માતૃ તુલ્ય જસવંતીબેનનું પદ્મશ્રીથી સન્માન કર્યું…. જસવંતીબેને લોહાણા મહાપરિષદના સહયોગથી 60 વર્ષ પહેલાં મુંબઈના ચિરાબજાર, શંકર બારી લેનમાં આવેલ લોહાણા ભવનમાંથી લોહાણા જ્ઞાતિની બહેનોને આત્મ નિર્ભર બનાવવા પાપડ ઉદ્યોગ શરૂ કરેલો… એ આજ “લિજ્જત પાપડ” નામથી પ્રસિદ્ધ છે…. જશવંતીબેનની મહેનત અને કોઠાસૂઝ અને મહાપરિષદના એ સમયના આપણાં વડીલ આગેવાનોને દિશા નિર્દેશનું આ પરિણામ છે…
મિત્રો, દુનિયા 21મી સદીમાં પ્રવેશી ચુકી છે, પરંતુ 21મી સદીમાં પ્રવેશ સાથે લોહાણા મહાપરિષદ જેવી માતૃ સંસ્થાનો વિકાસ થયો હોવો જોઈએ, પણ છેલ્લા લગભગ 25-30 વર્ષથી મહાપરિષદ જેવી સંસ્થા સત્તાની ખેંચતાણમાં અટવાય ગઈ છે…. જે દુઃખની બાબત છે….
1960 સુધી મુંબઈ એક અલગ રાજ્ય હતું… મુંબઈ શરૂથી દેશનું આર્થિક પાટનગર બની રહ્યું હોવાનું મુખ્ય કારણ ગુજરાતીઓ છે…. ગુજરાતીઓમાં લોહાણા સમાજ પહેલેથી ધંધાદારી કોઠાસૂઝ ધરાવે છે…. આથી જ ધંધારી અભિગમથી લોહાણા સમાજ મુંબઈમાં મોટા પ્રમાણમાં વસ્યો છે. મુંબઈમાં વસતા રઘુવંશીઓ ધંધાદારી કોઠાસૂઝથી આર્થિક રીતે સંપન્ન બન્યા છે….
મુંબઈના આપણા એ સમયના વડીલોએ લોહાણા સમાજના વિકાસ માટે ઘણું કર્યું છે… એટલે જ લોહાણા સમાજનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે…. મહાપરિષદની સ્થાપના પણ મુંબઈમાં થઈ હોવાનું આ જ કારણ છે….
લોહાણા મહાપરિષદનો મુખ્ય ઉદ્દેશ દેશ અને વિદેશમાં ચાલતા લોહાણા મહાજન અને બીજી સંસ્થાઓને એક મંચ પર લાવી એ મહાજનો અને સંસ્થાઓના માધ્યમથી લોહાણા જ્ઞાતિજનોને ઉત્થાન માટે કામ કરવાનો હતો….
મુંબઈમાં ચાલતી લગભગ તમામ સંસ્થાઓનો ઉદય લોહાણા મહાપરિષદના મંચ પરથી થયો છે….
અહીં જ્ઞાતિજનોને સવાલ થાય એ સ્વાભાવિક છે કે મુંબઈની છાત્રાલયો અને બીજી સંસ્થાઓને મહાપરિષદ દ્વારા વધુ પ્રોત્સાહન શા માટે અપાયું….??? એનો જવાબ મારા મત મુજબ એ હોય શકે… મુંબઈમાં શૈક્ષણિક અને વ્યવસાયિક તકો લોહાણા જ્ઞાતિજનો માટે વધુ હતી… આથી જ ઉચ્ચ અભ્યાસ માટે એ સમયે મુંબઈ જવું આવશ્યક હતું…. દેશભરમાંથી મુંબઈ આવી શિક્ષણ મેળવી પગભર થવા મુંબઈમાં વધુ સવલત ઉભી થઇ છે….
મહાપરિષદ દ્વારા વીસમી સદીના અંત સુધી ઉત્કૃષ્ઠ કામગીરી રહી છે, પરંતુ ત્યાર બાદ મહાપરિષદમાં સત્તા ખેંચ વધતા સંસ્થા નબળી બનતી ગઈ…. મુંબઈની સંસ્થાઓ પર પણ જુદા-જુદા વ્યક્તિઓ કે ગ્રુપઓએ વહીવટી કબજો જમાવ્યો… લોહાણા સમાજની પોતાની કહી શકાય એવી મુંબઈમાં બનેલી રઘુવંશી કો-ઓપરેટિવ બેન્ક પણ મુંબઈના કહેવાતા અગ્રણીઓના અંદરોઅંદરના રાજકીય કાવાદાવાને કારણે બંધ થઈ….!!!
મહાપરિષદના હાલના નવા બનેલા પ્રમુખની સામાજિક રાજકારણની સફર પણ ખૂબ જ વિવાદાસ્પદ રહી છે…. એક સામાન્ય પરિસ્થિતિમાંથી આર્થિક રીતે સંપન્ન બનેલા અને મહાપરિષદના પદ સુધી પહોંચવા અનેક વિવાદોમાંથી પસાર થયા છે…. ગઈ કાલ સુધી જેની સામે લડેલા, એવા મિત્રો આજ એમની સાથે છે….
મહાપરિષદના નવા બનેલા પ્રમુખ પોતાના વિરોધીઓની ટીકા છે, પરંતુ પોતે અગાઉ શું કર્યું છે,…??? કેવા કાવાદાવા કર્યા છે….??? ગિરેવાનમાં ઝાકવું જોઈએ….!!!
સૌરાષ્ટ્ર-ગુજરાતના ઘણા મહાજન આગેવાનો સત્ય જાણે પણ છે અને સમજે પણ છે…. ઘણા મહાજનો ચૂપ રહેવાનું મુખ્ય કારણ પોતાના શહેર ગામોમાં મહાપરિષદ દ્વારા આવતી સહાય માટે પૂર્વગ્રહ રખાય, એવા ડરના કારણે પણ ચૂપ રહેવામાં શાણપણ સમજે છે…..!!!
મિત્રો, મહાપરિષદની કામગીરી અને સસ્તી પ્રસિદ્ધિનું એક માત્ર સાધન જો કોઈ હોય તો શૈક્ષણિક અને આરોગ્ય સહાય છે…. અને આ સહાયનો મોટો હિસ્સો મુંબઈના ખીમજી ભગવાન ટ્રસ્ટમાંથી આવે છે…..
હાલ મહાપરિષદના બનેલા પ્રમુખની જો કોઈ વિશેષ લાયકાત હોય તો તેઓ આ ખીમજી ભગવાન ટ્રસ્ટના પ્રમુખ છે….?!?
શૈક્ષણિક અને આરોગ્ય સહાય કરી તેઓ ઉપકાર નથી કરતા…. ખીમજીબાપાએ બનાવેલા ટ્રસ્ટની મૂડીનું વ્યાજ અને ભાડું જ વર્ષે 2થી 3 કરોડ આવે છે…. એના જોર પર પોતાનું સામાજિક રાજકારણ અને પોતાનો ચહેરો ચમકાવે છે….!!!
લોહાણા મહાપરિષદના પ્રમુખે વિરોધ અને કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વગર કામ કરવું જોઈશે….