ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એકતરફી ટેસ્ટ શ્રેણી નહીં બને : જોફ્રા આર્ચેર
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી 5 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. બંને ટીમો પ્રથમ બે ટેસ્ટ માટે ચેન્નાઈ પહોંચી છે અને તેઓ એક અઠવાડિયાની ક્વોરેન્ટાઇન અવધિ પૂર્ણ કરી રહી છે. ઘરેલું પરિસ્થિતિમાં રમીને ટીમ ઈન્ડિયાને આ ટેસ્ટ શ્રેણીમાં હોટ ફેવરીટ માનવામાં આવે છે. અંગ્રેજી બેટ્સમેનોની સ્પિન વધુ સારી રીતે નહીં રમવાની નબળાઇ ભારતના દાવાને વધુ મજબૂત બનાવે છે. દરમિયાન ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચેરે કહ્યું છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ એકતરફી નહીં બને અને તેની ટીમમાં પણ સ્પિનનો સારો હુમલો છે.
ડેઇલી મેલ માટે લખાયેલા લેખમાં જોફ્રા આર્ચેરે કહ્યું કે, ‘મેં અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગની ઘણી મેચ રમી છે, પરંતુ મને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો ખ્યાલ નથી, તેથી લાલ દડાથી બોલિંગ ચોક્કસપણે એક પડકાર બની શકે છે. આઈપીએલમાં, બેટ્સમેનો તમારી વિરુદ્ધ હુમલો કરે છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં જો તેઓ ઇચ્છે અને જો પિચ સંપૂર્ણ ફ્લેટ છે, તો તેઓ આખા સત્રની બેટિંગ કરીને તમને પરેશાન કરી શકે છે, આમાં તમે કાઇ ના કરી શકો.