નતાશા અને હાર્દિક પંડ્યાએ પુત્રની પહેલી હવાઈ ઉડાનનો ફોટો શેર કર્યો

અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ અને ક્રિકેટર હાર્દિક પંડ્યાના પુત્ર અગસ્ત્યાએ તેની પ્રથમ ઉડાન શરૂ કરી છે. નતાશા અને હાર્દિક પંડ્યાએ પુત્રની પહેલી ફ્લાઇટની તસવીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરમાં અગસ્ત્ય ખૂબ ખુશ દેખાઈ રહ્યો છે. 

તસવીર શેર કરતા હાર્દિક પંડ્યાએ કેપ્શનમાં લખ્યું હતું કે, “મારા પુત્રની પહેલી ફ્લાઇટ.” તસવીરમાં હાર્દિક પંડ્યા પુત્રને ખોળામાં લઇ ગયો છે અને વિમાનની વિંડો સીટ પર બેઠો છે. આ જ ફોટો નતાશા સ્ટેન્કોવિચે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. આ સાથે નતાશાએ આ તસવીર સાથે હાર્ટ ઇમોજી પણ શેર કર્યો છે.