ટુંક સમયમાં WhatsApp Webમાં નવા સિક્યુરિટી ફીચર્સ આવશે…

WhatsApp એ સુરક્ષા વધારતા, WhatsApp Web & Desktopમાં એક વધારાનું સુરક્ષા ફીચર્સ ઉમેર્યું છે.  ટૂંક સમયમાં WhatsApp વપરાશકર્તાઓએ હવે Web અથવા Desktop પર પોતાનું એકાઉન્ટ ખોલવા માટે પહેલા તેમની ચકાસણી કરવી પડશે. આ સુવિધા લાવ્યા પછી, વપરાશકર્તાઓએ તેમના એકાઉન્ટને WhatsApp વેબ સાથે લિંક કર્યા પછી ફિંગરપ્રિન્ટ સ્કેનીંગ અથવા ચહેરો ઓળખનો ઉપયોગ કરવાની પરવાનગી આપવી પડશે. WhatsAppનું આ લક્ષણ આવતા સપ્તાહમાં વૈશ્વિક સ્તરે લોન્ચ થઈ શકે છે.