કિસાન નેતાઓને દિલ્હી પોલીસ દ્વારા નોટિસ

પ્રજાસત્તાક દિનના રોજ રાજધાનીમાં ધમાલ મચાવનારા અપરાધીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા દિલ્હી પોલીસે જણાવ્યું છે. આ સાથે જ પોલીસે કિસાન નેતાઓ ઉપર પણ શિકંજો કસવાનું શરૂ કર્યું છે. ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા સંદર્ભે નોંધાયેલી FIRમાં નામાંકિત કિસાન નેતાઓ વિરુદ્ધ લુક આઉટ નોટીસ આપવામાં આવી છે. આરોપી સામે દેશ બહાર જતા અટકાવવા માટે તેની સામે લુક આઉટ નોટિસ આપવામાં આવે છે.

પોલીસે FIRમાં રાકેશ ટીકૈત, યોગેન્દ્ર યાદવ અને મેધા પાટકર સહિત 37 કિસાન નેતાઓનાં નામ નોંધ્યા છે. FIRમાં હત્યાના પ્રયાસ, તોફાનો અને ગુનાહિત કાવતરાના આરોપો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે દોષી સાબિત થશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.