વિવાદિત નિવેદન કરવા માટે મશહૂર કંગના રનૌતે શીખ ધાર્મિક ધ્વજ નિશાન સાહિબને “ખાલિસ્તાની” ગણાવ્યો

કંગના રનૌત પૂરતા જ્ઞાન વગર બેફામ નિવેદન કરવા માટે મશહૂર છે. કંગનાના બેફામ નિવેદનથી કોઈ ને કોઈ વિવાદ અચૂક થાય છે.

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે કિસાનોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાનો વિરોધ કર્યો છે. પ્રજાસત્તાક દિન પર ખેડુતોએ ટ્રેક્ટર રેલી કાઢી હતી. આ સમય દરમિયાન, કિસાન પ્રદશનકારી દિલ્હીના લાલ કિલ્લા પર પહોંચ્યા અને ત્યાં તેમનો ધાર્મિક ધ્વજ લહેરાવ્યો. દરમિયાન કંગનાએ તેનો એક વીડિયો શેર કરતાં કહ્યું કે લાલ કિલ્લા પર ખાલિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યો છે. હવે કંગનાના નિવેદનથી વિવાદની શરૂઆત થઈ શકે છે.