મુંબઈના આઝાદ મેદાનમાં મહારાષ્ટ્રના કિસાનોની મહારેલી, શરદ પવારના રાજયપાલ કોશ્યારી પર પ્રહાર : રાજયપાલ પાસે કંગનાને માટે સમય છે, ખેડૂતો માટે સમય નથી…
કિસાન આંદોલનના સમર્થનમાં આજ મહારાષ્ટ્રના 15000થી વધુ કિસાનો ભેગા થયા હતા. મુંબઈના આઝાદ મેદાનની રેલીમાં શરદ પવાર સહિત અનેક આગેવાનો હજાર રહ્યા હતા.
શરદ પવારે આજે કિસાન રેલીમાં મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશ્યારી પર જબરજસ્ત પ્રહાર કર્યા હતા. શરદ પવારે કહ્યું હતું કે, રાજયપાલ પાસે કંગના માટે સમય છે… કિસનો માટે નથી. રાજ્યપાલની નૈતિક જવાબદારી બને છે કે તેઓ અહી આવે અને કિસનોને મળે. શરદ પવારે વધુમાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં અગાઉ આવા કોઈ રાજયપાલ આવ્યા નથી,
શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કરતાં કહ્યું હતું કે, દિલ્હીની બોર્ડર પર બે મહિનાથી શિયાળાની કડકડતી ઠંડીમાં પંજાબ, હરિયાણા, ઉત્તર્પ્રદેશના કિસનો બેઠા છે. વડાપ્રધાને ખેવના જ નથી લીધી. શું દિલ્હીની બોર્ડર પર બેઠેલા કિસાનો પાકિસ્તાનથી આવેલા છે…? એવો વેધક પ્રશ્ન પવારે કર્યો હતો. સરકારે કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર કૃષિ કાનૂનો પાસ કર્યા છે. જે પછ ખેંચવા જોઈએ.