મમતા બેનર્જી જેવી બંગાળી વાઘણ સામે બાથ ભીડતી BJP ને પોતાના મોડલ રાજ્ય ગુજરાતમાં ભાવનગર મહાનગરપાલિકાનાં એક વોર્ડ માટે કોઈ મજબૂત ઉમેદવાર જ નથી મળતાં….!!!

દેશભરમાં ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત એક મોડલ સ્ટેટ બની રહ્યું છે. ગુજરાતમાં લોકસભા, વિધાનસભા, મહાનગપાલિકા કે કોઈ તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, એક સીટ પર ટિકિટ મેળવવા ઉમેદવારોનો રાફડો ફાટે છે. ચૂંટણીનાં મહિનાઓ અગાઉ ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવાર ટિકેટ મેળવવા પ્રયત્નો શરૂ કરી દે છે.

પરંતુ ગુજરાતમાં ભાવનગર મહાનગરપાલિકાની એક સીટ એવી છે કે જ્યાં 3 ઉમેદવારોની અગાઉ પેનલ હતી અને હવે 4 ઉમેદવારોની પેનલ છે. પણ 4 ઉમેદવારોની પેનલમાં એક ઉમેદવાર પણ સામે ચાલી ટિકિટ માંગવા પાર્ટી પાસે સામે ચાલી નથી આવતા. BJP છેલ્લે કોઈપણ કાર્યકરને હારવા માટે ટિકિટ પકડાવી દે છે.

ભાવનગરના ઉત્તર કૃષ્ણનગર વોર્ડ પર વર્ષોથી કોંગ્રેસનાં ભરતભાઈ બુધેલેયાનું એક ચક્રી શાસન છે. ભાવનગરમાં શહેર BJP શરૂથી જ આ વોર્ડ કોંગ્રેસની જીત માનીને જ ચાલે છે. એક ચર્ચા એવી પણ છે કે શહેર ભાજપના હોદ્દેદારોની આ વોર્ડના કોંગ્રેસી કોર્પોરેટર સાથે સાંઠગાંઠ છે.

ભાવનગર મહાનગરપાલિકામાં ભરતભાઇ બુધેલીયાનું વજન સ્થાનિક ધારાસભ્ય કે સંસદસભ્ય કરતાં પણ વધુ છે.

હવે, જોવાનું રહે છે કે, BJP પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી આ ચુંટણીમાં ઉત્તર કૃષ્ણ વોર્ડ કોંગ્રેસ પાસેથી ઝૂંટવી શકે છે કે નહીં.

ભાવનગરમાં BJP પાસે ઘણા મજબૂત આગેવાનો છે જે ભરતભાઈને પડકારી શકે એમ છે. જે કોઈ આગેવાન ઉત્તર ક્રુષ્ણનગર વોર્ડમાં ભરતભાઈને હરાવી શકશે એનું કદ સ્વાભાવિક જ પાર્ટીમાં ઊંચું થઈ જવાનું…..