ગુજરાત ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત : પૂર્વ પ્રદેશ પ્રમુખનું પત્તું કપાયું…..

ગાંધીનગર: ગુજરાત ભાજપના સંગઠનમાં ધરમૂળથી ફેરફારો કર્યા બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નવા માળખાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લગભગ તમામ સમાજના પ્રતિનિધિ મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી તરફ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પડતા મૂકવામાં આવ્યા છે. આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ હોવાથી એક પક્ષીય હોદ્દા પર ના રહી ન શકે, પરંતુ જીતુ વાઘાણી પૂર્વ પ્રદેશ પ્રમુખ હોવા છતાં તેમનું પત્તું કપાયું….!!!  પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં પાંચ પટેલ, એક કોળી, એક ઠાકોર, એક દલિત, એક ક્ષત્રિય, એક આદિવાસી અને એક મહિલાનો સમાવેશ થાય છે. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની આજે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 13 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે આ અગાઉ સીઆર પાટીલે જાહેર કરેલી નવી ટીમમાં પાંચ મહામંત્રી, સાત પ્રદેશ ઉપાધ્યક્ષ જ્યારે 8 પ્રદેશમંત્રી અને એક ખજાનચી અને એક સહખજાનચીની નિમણૂંક કરવામાં આવી છે. આ સંગઠનના માળખામાં ભીખુભાઇ દલસાણિયા, ભાર્ગવ ભટ્ટ અને રજની પટેલને મહામંત્રી બનાવાયા છે. ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા તથા મંત્રીપદે ઝવેરી ઠકરાર અને પંકજ ચૌધરીને મંત્રીપદે રાખવામાં આવ્યા હતા.

રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપની નવી 13 સભ્યોની પાર્લામેન્ટરી બોર્ડની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની આ નવી ટીમમાંથી બાદબાદી કરવામાં આવી છે. મંગુ પટેલ, ભરતસિંહ પરમાર, શંભુ પ્રસાદ ટુંડિયાને પડતા મુકાયા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, આર.સી ફળદુનો સમાવેશ કરાયો છે.

  • 1, સી.આર.પાટીલ (પ્રદેશ પ્રમુખ)
  • ૨, વિજય રૂપાણી (મુખ્યમંત્રી)
  • 3, નીતિન પટેલ (નાયબ મુખ્યમંત્રી)
  • 4, પુરુષોત્તમ રૂપાલા
  • 5, આર.સી.ફળદુ
  • 6, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
  • 7, જશવંતસિંહ ભાભોર
  • 8, ભીખુ દલસાણીયા
  • 9, રાજેશ ચુડાસમા
  • 10,કાનાજી ઠાકોર (પૂર્વ મેયર અમદાવાદ)
  • 11,સુરેન્દ્ર પટેલ
  • 12,કિરીટ સોલંકી
  • 13,પ્રદેશ પ્રમુખ (મહિલા મોરચા)