રવિવારથી મુંબઈ-સુરત વચ્ચેની વિશેષ ડેઈલી ઈન્ટરસિટી, ઉપરાંત, અમદાવાદ-ચેન્નઈ સેન્ટ્રલ, અમદાવાદ-વેરાવળ અને પોરબંદર-મુઝફ્ફરપુર વચ્ચે વિશેષ ટ્રેન
મુંબઈ: પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ દ્વારા મુંબઈ સુરત વચ્ચેની વિશેષ ઈન્ટરસિટી ટ્રેન ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, અમદાવાદ-ચેન્નઈ સેન્ટ્રલ, અમદાવાદ-વેરાવળ ને પોરબંદર-મુઝફ્ફરપુર વચ્ચે વિશેષ ટ્રેન ચાલુ કરવામાં આવશે.
બાંદ્રા ટર્મિનસ-સુરત વચ્ચે સ્પેશિયલ ટ્રેન ૨૩મી જાન્યુઆરી, ૨૦૨૧ના રવિવારથી ચાલુ કરવામાં આવશે. આ વિશેષ ટ્રેન (નંબર ૦૨૯૩૫) બાંદ્રા ટર્મિનસથી સવારના ૬.૧૦ વાગ્યે સુરત માટે રવાના થશે, જ્યારે રિટર્નમાં સુરતથી મુંબઈ બાંદ્રા ટર્મિનસ માટે વિશેષ ટ્રેન (નંબર ૦૨૯૩૬) સુરતથી બપોરના ૪.૧૦ વાગ્યે મુંબઈ માટે રવાના થશે. આ વિશેષ ટ્રેનનો બંને દિશામાં અંધેરી, બોરીવલી, વિરાર, બોઈસર, વાપી, વલસાડ, બિલિમોરા અને નવસારી સ્ટેશનનો હોલ્ટ રહેશે.
આ ઉપરાંત, અમદાવાદ ડિવિઝનમાંથી અમદાવાદ-ચેન્નઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ વીકલી એક્સ્પ્રેસ ૨૩મી જાન્યુઆરીથી ચાલુ કરવામાં આવશે. અમદાવાદ-ચેન્નઈ સ્પેશિયલ ટ્રેન (નંબર ૦૯૦૫૪) દર શનિવારે અમદાવાદથી સવારના ૯.૪૦ વાગ્યાના સુમારે ચેન્નઈ માટે રવાના થશે, જ્યારે રિટર્નમાં દર શુક્રવારે ચેન્નઈ સેન્ટ્રલથી વિશેષ સુપરફાસ્ટ ટ્રેન (નંબર ૦૯૦૫૩) બપોરના ૩.૫૦ વાગ્યે અમદાવાદ માટે રવાના થશે. બંને દિશામાં આ ટ્રેનના હોસ્ટ સ્ટેશન નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી, બોઈસર, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, વાડી, યાદગીર, રાયચુર, મન્થારલયમ રોડ, અદોની, ગુન્તકલ, ગૂટ્ટી, યરાંન્ગુટલમ, કુડપ્પા, રેન્ગુન્ટા અને અરકોનમ સ્ટેશન રહેશે. ટ્રેન નંબર ૦૨૯૩૫, ૦૨૯૩૬ તથા ૦૯૦૫૪ બુકિંગ આઈઆરસીટીસી નોમિનેટેડ પીઆરએસ કાઉન્ટર્સમાં ટિકિટ બુક કરી શકશે, એવું પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.