વિરદાદા જશરાજ શહીદ દિન નિમિત્તે શ્રી. જલ્યાણ ગૃપ, વેરાવળ (સોમનાથ) દ્વારા લોહાણા જ્ઞાતિજનો માટે નાતનું નોતરૂ – પાર્સલ સેવા

રઘુવંશીઓના તેમજ સમગ્ર વિશ્વમાં શૌર્ય, ખુમારી, ગૌભક્ત, દેશપ્રેમ તેમજ દાતારીના પુણ્ય પ્રતિક, પ્રાતઃ સ્મરણીય પરમ શ્રદ્ધેય મહાપ્રતાપી લોહાણા જ્ઞાતિના સરતાજ લાહોર રાજ્યના અંતિમ શાસક પૂજ્ય શ્રી. વિરદાદા જશરાજ દિન તા. 22 જાન્યુઆરી, શુક્રવારના રોજ કોરોના મહામારીને ધ્યાને રાખી સમૂહ જ્ઞાતિ ભોજનના બદલે પાર્સલ સેવા રાખેલ છે…. સર્વ વેરાવળ – ભાલકા – ભીડીયા – જી.આઈ. ડી.સી. – સોમનાથ તાલુકાના રઘુવંશીઓને સહપરિવાર પ્રસાદીરૂપ પાર્સલ સેવાનો લાભ લેવા શ્રી. જલ્યાણ ગૃપ, વેરાવળ (સોમનાથ) દ્વારા અનુરોધ કરાયો છે….

જ્ઞાતિની જે બહેનો, માતાઓ, દીકરીઓ રોટલા બનાવવા તેમજ શાક સુધારવાની સેવાનો લાભ લેવા માંગતા હોય તેઓ લોહાણા બોર્ડિંગમાં સવારના ૯ થી ૧૨ વાગ્યા સુધી લાભ લઇ શકે છે…

જે દાતાશ્રી કાચી સામગ્રી કે આર્થિક સહયોગ આપવા ઇચ્છતા હોય તેઓ ચંદ્રેશ સેંતા મો. 98980 44112નો સંપર્ક કરી શકે છે….

સ્થળ : શ્રી લોહાણા બોર્ડિંગ, એસ. ટી. સામે, વેરાવળ…

તારીખ : 22-1-2021, શુક્રવાર, સાંજે : 7 કલાકેથી….