કંગના રનૌતનાં ટ્વિટર એકાઉન્ટ પર અસ્થાયી ધોરણે ટ્વીટર દ્વારા પ્રતિબંધ

અભિનેત્રી કંગના રનૌતનાં ટ્વિટર એકાઉન્ટ પર અસ્થાયી ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખુદ કંગના રનૌતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. કંગના રનૌતે લખ્યું છે કે, ‘લિબરલ્સના ટ્રેન્ડને કારણે મારા એકાઉન્ટ પર અસ્થાયી ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેઓ મને ચેતવણી આપી રહ્યા છે કે મારું ખાતું કોઈપણ સમયે દેશ માટે શહીદ થઈ શકે છે. મારું નવું દેશભક્તિ સંસ્કરણ મારી ફિલ્મો દ્વારા ટૂંક સમયમાં આવી રહ્યું છે. તમારું જીવન બગાડશે.

આટલું જ નહીં, કંગના રનૌતે અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘દેશ વિરોધી લોકો #SuspendKanganaRanaut ટ્રેન્ડ કરી રહ્યા છે. કૃપા કરી આ ચાલુ રાખો. જો મારું એકાઉન્ટ વર્ચુઅલ રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે, તો વાસ્તવિક દુનિયામાં તમે જોશો કે કંગના રનૌત એ બધાની માતા છે. ‘ હાલમાં #SuspendKanganaRanaut ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે અને તે ત્રીજા નંબરે છે. અત્યાર સુધીમાં 26 હજારથી વધુ લોકોએ તેના વિશે ટ્વીટ કર્યું છે. કંગના રનૌતે ઘણીવાર સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે.