સુરત પાસે ફૂટપાથ પર સૂતેલા શ્રમિકો પર ટ્રક ફરી વળ્યો, 15 શ્રમિકોના મોત

સુરતના કીમ પાસે માંડવી રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં એક બેકાબૂ ટ્રકે અડધી રાતે ફૂટપાથ પર સૂતા લોકોને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

સોમવારે, ગુજરાતના સુરતમાં કિમ રોડ પર ફૂટપાથ 18 લોકો સૂઈ રહ્યા હતા. મોડી રાત્રે એક ટ્રક આવી રહી હતી. તે દરમિયાન સામેથી અન્ય એક વાહન આવ્યું. ટ્રક ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો અને સૂતેલા લોકોને સુરતના કિમ રોડ બાજુએ કચડી નાખ્યા હતા. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં 15 લોકોનાં મોત નીપજ્યાં છે અને બાકીના ઘાયલ થયા છે, જેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ કહે છે, તમામ મૃતક મજૂર છે અને તેઓ રાજસ્થાનના છે. દરેક કામ પર સુરત આવ્યા હતા. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સુરત અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું છે કે સુરતમાં ટ્રક અકસ્માત ખૂબ જ દુ:ખદ છે. મારી સંદેવના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઈજાગ્રસ્ત વહેલી તકે સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે.

આ ઉપરાંત વડા પ્રધાને અન્ય એક ટ્વીટ કર્યું છે. તેમણે પી.એમ.એન.આર.એફ. તરફથી દરેક મૃતકના સગાઓને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50,000 ની સહાય આપવાની જાહેરાત કરી હતી.