હવે, કોરોના વેકશીનની કોલર ટ્યુન….!!!

નવી દિલ્હી : મોબાઈલમાં કોવિડ-19ની કોલર ટ્યુન લોકોને સતત સાંભળવા મળતી હતી. પરંતુ હવે  કોરોના વેકશીનને લગતી કોલર ટ્યુન લોકોને સાંભળવા મળી શકે છે.

સત્તાવાળાઓએ કોવિડ-૧૯ સામેની રસીને લગતી નવી કૉલર ટ્યૂન બહાર પાડી હતી. આ કૉલર ટ્યૂનમાં અભિનેતા અમિતાભ બચ્ચનને સ્થાને કોઇ મહિલાનો અવાજ છે.

નવી કૉલર ટ્યૂનમાં કોવિડ-૧૯ સામેની રસીને લગતી જાગૃતિ ફેલાવવા માટે સલાહ અને અફવા પ્રત્યે ધ્યાન નહિ આપવાની સૂચના પણ અપાય છે.

કૉલર ટ્યૂનમાં કહેવાય છે કે ‘નયા સાલ કોવિડ-૧૯ કી વૅક્સિન કે રૂપ મૈં નઈ આશા કી કિરણ લેકર આયા હૈ!’

તેમાં કહેવાય છે કે ‘ભારત મેં બની વૅક્સિન સુરક્ષિત ઔર પ્રભાવી હૈ! કોવિડ કે વિરુદ્ધ હમેં પ્રતિરોધક ક્ષમતા દેતી હૈ!’

કૉલર ટ્યૂનમાં લોકોને ભારતમાં બનેલી આ બન્ને રસીમાં વિશ્વાસ રાખવાની સલાહ આપતા કહેવાય છે કે ‘ભારતીય વૅક્સિન પર ભરોસા કરેં! અપની બારી આને પર વૅક્સિન જરૂર લગવાયેં! અફવાઓં પર ભરોસા ના કરે!’

અગાઉ, અમિતાભ બચ્ચનમાં તૈયાર કરાયેલી કૉલર ટ્યૂન ઊધરસથી શરૂ થતી હતી અને કહેવાતું હતું કે ‘કોવિડ-૧૯ સે પૂરા દેશ હી નહીં, પૂરા  વિશ્વ લડ રહા હૈ!’