પ્રાયવેસી પોલિસી વિવાદ વકરતા વ્હોટસએપની પીછેહઠ : હવે, કોઈનું એકાઉન્ટ વ્હોટસએપ બંધ નહીં કરે….

વ્હોટસએપની પેરેંટ કંપની ફેસબુકે એક બ્લોગ દ્વારા જાહેરાત કરી છે કે, 8 ફેબ્રુઆરીએ કોઈ વ્હોટસએપ યુઝર્સના . કંપની ધીમે 15 મે સુધીમાં નવી પોલિસી લાગુ કરશે.

કંપનીએ અગાઉ જાહેરાત કરેલી કે નવી પાઈવેટ પોલિસી જેણે એકસેપ્ટ નહીં કરી હોય એના એકાઉન્ટ તા.8 ફેબૃયારીથી બંધ થશે. પરંતુ વિવાદ વધી જતાં કંપનીએ હાલ પીછેહઠ કરી છે. વ્હોટસએપ દ્વારા પ્રાઈવેટ પોલીસી બાબત વિશ્વના મોટા ઉદ્યોગપતિ દ્વારા વ્હોટસએપને બદલે સિગ્નલ (Signal) એપનો ઉપયોગ કરવાની ભલામણ કરતાં રાતોરાત સિગ્નલ એપનું ડાઉનલોડિંગ વધી ગયું હતું, વ્હોટસએપને પછાડી સિગ્નલ એપ ટ્રેન્ડ કરવા લાગી હતી. સિગ્નલ એપના ફાઉન્ડર બ્રિયાન એકટોન (Brian Acton) વ્હોટસએપના કો-ફાઉન્ડર હતા. વ્હોટસએપ અને સિગ્નલમાં સામ્યતા હોવાને કારણે વ્હોટસએપને નુકશાન થવાની શક્યતા પણ હતી. વ્હોટસએપની પીછેહઠ પાછળ આ પણ એક કારણ હોય શકે છે.