ગુજરાતનાં 4 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ 31 જાન્યુઆરી સુધી લંબાશે

તા.1 લી જાન્યુથી રાજયમાં કફર્યુમાં એક કલાકની છૂટછાટ સાથે 14મી જાન્યુ સુધી તેનો અમલ ચાલુ રાખ્યો હતો. હવે 14મી ની રાત્રે 10 વાગ્યાથી તા.15મીની સવારે 6 વાગ્યા સુધી કફર્યુનો અમલ રહેશે.

ગાંધીનગરમાં રાજય સરકારના ગૃહ વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે કફર્યુના અમલ અઁગે નવુ નોટિફિકેશન આવતીકાલે બહાર પાડવામા આવશે. જો કે આંતરીક સૂત્રોએ કહયું હતું કે સરકાર કફર્યુનો અમલ ચાલુ રાખવામા માંગે છે. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે પણ એવી તરફેણ કરી છે કે રાત્રી કફર્યુ ચાલુ રાખવો જોઈએ, જેના પગલે કોરોનાને નિયંત્રણમાં લાવવા મદદ મળી રહી છે, તેને હટાવવો હિતાવહ નથી.રાજયના ઈન્ટેલીજનેસ બ્યૂરોએ પણ કફર્યુ ચાલુ રાખવો જોઈએ, તેવી સરકારને ભલામણ કરી છે.