રસી લગાવ્યા બાદ કોરોના નહીં જ થાય એમ માની નહીં લેવાનું: એમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરીયા

દેશભરમાં તા.16મીથી કોરોના વેકસીનેશન થઈ રહ્યું છે ત્યારે રસી લીધા બાદ કોરોના નહીં જ થાય તેવા વહેમમાં ન રહેવું તેમ એમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરીયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું, હા, રસી મુકાવવાથી એટલો ફાયદો થાય કે હોસ્પિટલમાં દાખલ ન થવું પડે, આ સંજોગોમાં રસી મુકાવ્યા પછી પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે રસીના બે ડોઝ લીધાના લગભગ 2 સપ્તાહ પછી જ ઈમ્યુનીટી બનશે.ડો. ગુલેરીયા એ જણાવ્યું હતું કે રસી લગાવ્યા બાદ સુરક્ષા એ રહેશે કે હોસ્પિટલ દાખલ થવાની નોબત નહીં આવે અને ગંભીર રીતે કોરોના નહીં થાય, આઈસીયુમાં દાખલ નહીં પડે. તેમણે જણાવ્યું હતું કે રસી લીધા પછી આપરે સતત માસ્ક લગાવેલું રાખવું, સતત હાથ ધોવા, સોશ્યલ ડિસ્ટેન્સીંગ રાખવું પડશે.