લ્યો બોલો, ઓનલાઈન લેપટોપનો ઓર્ડર આપ્યો અને નિકળ્યું ચાર્જર….!!!
એમેજોન કંપનીએ તપાસ કરતા બે કર્મચારીઓ જ મોંઘી પ્રોડકટ તફડાવીને સસ્તી ધાબડી દેતા હોવાનું ખુલ્યુ: પોલીસ ફરિયાદ
ઈ-કોમર્સ-ઓનલાઈનના ટ્રેન્ડ વચ્ચે પાર્સલમાંથી કિંમતી સામાન સરકાવી લઈને હલ્કી-સસ્તી ચીજો નાખી દેવાના કૌભાંડમાં પોલીસે એમેઝોનના બે કર્મચારીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જ તેઓએ આ મોડસ ઓપરેન્ડીથી 10 લેપટોપ તફડાવી દીધા હોવાનું કબુલ્યુ છે.ઈ-કોમર્સ કંપની એમેઝોનમાં પેકીંગ કામકાજમાં સામેલ વારિસખાન તથા વજીદખાન નામના બે શખ્સોની કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કંપની દ્વારા જ પોલીસમાં કરાયેલી ફરિયામાં એમ કહેવાયું છે કે ગ્રાહકના ઓર્ડર મળ્યા બાદ કંપનીના ડાઉનમાં સંબંધીત ચીજનું પેકીંગ કરીને પછી ડીલીવરી કરવાની પ્રક્રિયા થતી હોય છે. કંપનીના દિલ્હી વડામથકેથી એવી માહિતી મળી હતી કે સંખ્યાબંધ ગ્રાહકો દ્વારા ઠગાઈ થતી હોવાનું ફરિયાદ થઈ રહી છે જે પ્રોડકટનો ઓર્ડર અપાયો હોય તે મળતી ન હોવાની ફરિયાદ ઉઠી રહી છે.
એક કિસ્સામાં એક ગ્રાહકે ચાર લેપટોપ ખરીદ કર્યા હતા. પાર્સલ ખોલતા લેપટોપને બદલે માત્ર ચાર્જ નીકળ્યા હતા. પોલીસ તપાસમાં એવું ખુલ્યુ છે કે પકડાયેલા બન્ને શખ્સો વિક્રેતા પાસેથી પ્રોડકટ લઈને ગોડાઉન સુધી પહોંચાડવાની જવાબદારી ધરાવતા હતા.કંપનીએ ફરિયાદ પુર્વે આંતરિક તપાસ કરી હતી તેમાં એવું બહાર આવ્યું હતું કે વિક્રેતાની દુકાનેથી નીકળતી વખતે બન્ને શખ્સો પાસે મોટા પાર્સલ રહેતા હતા. પરંતુ ગોડાઉન પર પહોંચતા જ તે નાના થઈ જતા હતા. બન્ને શખ્સો વિક્રેતા પાસેથી ઓર્ડર મુજબની નિયત પ્રોડકટ જ મેળવતા હતા. પરંતુ પછી બદલી નાખતા હતા. ગ્રાહકને હલ્કી-સસ્તી પ્રોડકટ મોકલી દેતા હતા.ઓકટોબરથી ડિસેમ્બરના ગાળામાં આ મોડસ ઓપરેન્ડીથી 3.30 લાખની કિંમતના 10 લેપટોપ તફડાવ્યા હતા. 25 પ્રોડકટનું શુ કર્યુ અને વધુ કોઈ છેતરપીંડી કરી છે કે કેમ તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે.