સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપ્રુમખ ચંદ્રિકાપ્રસાદ સંતોષી ગણ તંત્ર દિવસે વિદેશી મુખ્ય અતિથિ બની શકે છે

કોરોના મહામારીનો પ્રકોપ ઘર આંગણે વકરતા બ્રિટનના વડાપ્રધાન (UK PM) બોરિસ જોનસને (Boris Jonson) 26મી જાન્યુઆરીએ ગણતતંત્ર દિવસ (Republic Day) પર ભારતની મુલાકાતને રદ્દ કરી દીધી હતી. જેથી મોદી સરકાર સામે ગણતંત્ર પરેડમાં હાજર રાખવાના પડકાર ઉભો થયો હતો. જોકે 20 દિવસ જેટલા ટુંકા ગાળામાં મોદી સરકારે આ પ્રશ્નનો હલ પણ શોધી લીધો છે.

26મી જાન્યુઆરીએ સૂરીનામ (Suriname) ગણરાજ્યના રાષ્ટ્રપ્રુમખ ચંદ્રિકાપ્રસાદ સંતોષી ભારતના ગણતંત્ર દિવસ પરેડમાં મુખ્ય અતિથિ હશે તેમ સૂત્રોનું કહેવું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય મૂળના સંતોષી રાજપથ પરેડમાં સામેલ થશે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી વધેલા પ્રકોપને કારણે તેઓએ પોતાની ભારત યાત્રા રદ કરી દીધી હતી. ત્યારબાદ ભારત સરકાર તરફથી સૂરીનામના રાષ્ટ્રપ્રમુખને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જેને તેમણે સહર્ષ સ્વીકારી લીધું છે.

સૂરીનામના રાષ્ટ્રપ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ આ પહેલા શનિવારે પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા. જ્યાં તેઓએ પોતાના દેશ અને ભારતની વચ્ચે લોકોની મુક્ત અવર-જવર માટે એક પ્રસ્તાવ આપ્યો હતો. તેની સાથે જ તેઓએ દ્વીપક્ષીય વ્યાપાર અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાનું સમર્થન કર્યું.