INCOME TAX RETURN : આવકવેરા વિભાગની કરદાતાઓને ચેતવણી, છેલ્લી તક ગુમાવશો નહીં

જો તમે નાણાકીય વર્ષ 2019-20 અથવા આકારણી વર્ષ 2020-21 માટે હજી સુધી આવકવેરા રીટર્ન 
(આઇટીઆર) ફાઇલ કર્યાં નથી, તો તમારી પાસે આજે છેલ્લી તક છે. તમે આજ સુધી ફક્ત આ માટે
આઈટીઆર ફાઇલ કરી શકો છો. આ આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી, 2021 છે.
આઇટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ સરકારે ગયા મહિને લંબાવી હતી. આવકવેરા વિભાગે પણ ટ્વિટ
કરીને કરદાતાઓને આવકવેરો ફાઇલ કરવા જણાવ્યું છે.

આવકવેરા વિભાગે તેના ટ્વિટમાં લખ્યું છે કે, 'શું તમે આકારણી વર્ષ 2020-21 માટે આઇટીઆર ફાઇલ કર્યો
નથી? કૃપા કરીને તેને 10 જાન્યુઆરી 2021 સુધીમાં દાખલ કરે જેની છેલ્લી તારીખ લંબાવી છે. હવે,incometaxindiaefiling.gov.inની
મુલાકાત લઈને તમારા આઇટીઆરની નોંધણી કરો.


આવકવેરા વિભાગે કોરોના વાયરસ રોગચાળાને લીધે કરદાતાઓને થતી અસુવિધાઓને કારણે આઈટીઆર ફાઇલ
કરવા માટેની મુદત ઘણી વખત વધારી દીધી છે. છેલ્લી વખત ડિપાર્ટમેન્ટે ગત મહિનાના અંતમાં સમયમર્યાદા લંબાવી હતી.