પારકી પંચાત : અચૂક વાંચો, તંત્રીની કલમે લખાયેલ કટાક્ષ કૉલમ….

શાણાભાઈ ઃ સરકાર તો કહે છે કે કોંગ્રસ જ કૃષિ કાયદા લાવવા માંગતી હતી, જે આજ વિરોધ કરે છે….!!! કોંગ્રેસે ચુંટણીના મેનિફેસ્ટોમાં કૃષિ કાયદા સામેલ કર્યા હતા, જેનો કોંગ્રસ વિરોધ કરે છે….!!!
શકરાભાઈ ઃ એટલે કોંગ્રેસ જીતી ન શકી તો કોંગ્રેસના વચનો પાળવાનું કામ ભાજપ સરકાર કરે છે, એમ ને….!?! GST કોંગ્રસ લાવવા માંગતી હતી, મોદીસાહેબે વિરોધ કરેલો અને સતામાં આવ્યા પછી કોંગ્રેસ સરકારનું અધૂરૂ કામ પૂરૂ મોદીસાહેબે કરી GST લઈ આવ્યા… કૃષિ કાયદાનું વચન કોંગ્રસનું અને મોદીસાહેબે પૂરૂ કર્યુ….!!! કોંગ્રસનો વિરોધ અને કોંગ્રસના રસ્તે જ ચાલવાનું…?!?

શાણાભાઈ ઃ એ…. રામ…. રામ…. શકરાભાઈ….
શકરાભાઈ ઃ એ…. રામ… રામ…. શાણાભાઈ… રામ… રામ….
શાણાભાઈ ઃ માસ્ક… મફલર…. કેજરીવાલ જેવા લાગો છો…?!?
શકરાભાઈ ઃ શું…. તમેય શાણાભાઈ….. દાઢી વધારૂ અને ગળે ગમછો વિંટાળી ફરૂ તો નરેન્દ્ર મોદી સાથે સરખાવશો…???
શાણાભાઈ ઃ દાઢી તો આજકાલ ફેશન થઈ ગઈ છે… મોદી સાહેબે દાઢીને ફેશન બનાવી દીધી છે….!!!
શકરાભાઈ ઃ દાઢી વધારો એેટલે મોદી સાહેબના પાકા સમર્થક એમ…?!? આંધળું અનુકરણ કહેવાય….!!!
શાણાભાઈ ઃ સાચી વાત છે….
શકરાભાઈ ઃ આજકાલ તો સોશ્યલ મિડીયા ખાસ કરીને વ્હોટસ એપ પર તો લોકો આંધળુકીયા જ કરે છે….
શાણાભાઈ ઃ સાચી વાત છે…. લોકો દિમાગ વાપરતાં જ નથી…. પોતાના વ્હોટસ એપ પર કોઈ પોસ્ટ આવી એટલે વગર વિચાર્યે પોતાના વ્હોટસ એપ પરના તમામ ગૃપ્સ અને તમામ લાગતા વળગતા મિત્રોને ફટાક દઈને ફોરવર્ડ….!!! પોસ્ટ શું છે…??? સત્ય છે કે હંબક અફવા….??? કાંઈ જ સમજવાનું નહીં….
શકરાભાઈ ઃ વાત જ ન કરો… એમાં પણ ચોક્કસ પક્ષના લોકો બીજા પક્ષ અને નેતાઓની હલકા ચીતરતી પોસ્ટ વાયરલ કરે અને પક્ષના કાર્યકરો એ પોસ્ટને આગળ વધારે અને અમુક લોકો સમજ્યા વગર સોશ્યલ મિડીયામાં આગળ ફોરવર્ડ કરે…!!!
શાણાભાઈ ઃ આજકાલ પોસ્ટ ફોરવર્ડ કરવાનો ટ્રેન્ડ થઈ ગયો છે….!!!
શકરાભાઈ ઃ અરે…. અમુક મિત્રો તો જાણે સાવ નવરા જ હોય…!!! પોસ્ટ આવવાની રાહમાં જ હોય…!!! પોસ્ટ આવી નથી કે ફટાફટ ફોરવર્ડ કરી નથી…!!! તમામ ગૃપ્સ અને મિત્રોને પોસ્ટ આગળ ફોરવર્ડ ન કરે ત્યાં સુધી ચેન જ ન પડે…!!!
શાણાભાઈ ઃ અરે રાત્રે બે વાગ્યે કે વહેલી સવારે ચાર વાગ્યા હોય… જાે નેટ ચાલુ રહી ગયું અને મોબાઈલ સાઈલન્ટ ન કરેલો હોય તો મેસેજ ટોન તમારી ઊંઘ ઉડાડી દે…. પોતાને ઊંઘ ન આવે એટલે વ્હોટસ એપ પર દે ધનાધન….!!!
શકરાભાઈ ઃ સાચી વાત છે…. અને લોકોના સોશ્યલ મિડીયાના આ ક્રેઝનો લાભ રાજકીય પક્ષો ભરપૂર ઉઠાવે છે….. અમુક રાજકીય પક્ષો તો સોશ્યલ મિડીયા શેલ ચલાવે છે. આ સોશ્યલ મિડીયા સેલનું કામ સરકાર અને પોતાના પક્ષ તરફી પોસ્ટ અને વિરોધ પક્ષોની વિરુધ્ધ પોસ્ટ બનાવી વાયરલ કરવી…. બાકી તો મફતીયા ફોરવર્ડીયા પ્રવક્તાઓ તો આવી પોસ્ટ આગળ વધારવા મંડી જ પડવાના….!!!
શાણાભાઈ ઃ સોશ્યલ મલ્ડીયાના કારણે રાજ્કીય અને આર્થિક વિશ્લેશકો વધી ગયા છે….!!!
શકરાભાઈ ઃ વાત જ ન કરો….. અર્થશાસ્ત્રનો અર્થ ન સમજનારા દેશની આર્થિક પરિસ્થિતી અને સરકારની આર્થિક નીતિઓ પરની પોસ્ટ આગળ વધારે અને કોમેન્ટ કરે…!!!
શકરાભાઈ ઃ ટી.વી. મિડીયામાં તો સમાચાર કરતાં ઘોંઘાટ ઝાઝો હોય છે….!!! એમાં પણ ન્યુઝ ચેનલોની ડિબેટમાં તો જુદા જુદા પક્ષના પ્રવક્તાઓ એટલી હદ સુધી ઉગ્રતાથી ચર્ચાઓ કરતાં હોય છે કે એમ જ લાગે હમણાં બથમબથી આવી જશે…!!!
શાણાભાઈ ઃ ખેડૂતોએ તો પોતાના આંદોલનમાં પોતાના જ સમાચાર માધ્યમો બનાવ્યા છે. યુ-ટ્યુબ ચેનલો અને પોતાનું સમાચાર પત્ર…!!!!
શકરાભાઈ ઃ સાચી વાત છે, આજકાલ સમાચાર ચેનલો સરકારી છે કે સ્વતંત્ર પ્રાઈવેટ…. એ જ સમજ નથી પડતી. એટલે ગોદી મિડીયા પર ભરોસો કરવા કરતાં પોતાના જ માધ્યમો વિકસાવ્યા…
શાણાભાઈ ઃ કેમ લાગે છે….??? ખેડૂતો જીતશે કે સરકાર…???
શકરાભાઈ ઃ સરકારને તો સાપે છછૂંદર ગળ્યા જેવું થયું છે…..!!! આગળ વધે તો કુવો અને પાછળ હટે તો ખાઈ…!!!
શાણાભાઈ ઃ સરકારે કૃષિ કાનૂન બાબત ઉતાવળ કરી હોય એવું નથી લાગતું…?!?
શકરાભાઈ ઃ ઉતાવળ નહીં… મનમાની કરી છે…… કાશ્મીરમાં ૩૭૦ કલમ હટાવવામાં સફળ થયેલી સરકાર CAA લઈ આવી તો એમાં ફસાઈ…!!! આજ સુધી CAA કાયદો અમલી બનાવવા જરૂરી નિયમો ગૃહ ખાતુ બનાવી નથી શક્યું…!!! એમાં કોરોનાકાળનો ફાયદો ઉઠાવી બુધ્ધિપૂર્વક કૃષિ કાયદા પાસ કરાવી નાખ્યા…!!!
શાણાભાઈ ઃ સરકાર તો કહે છે કે કોંગ્રસ જ કૃષિ કાયદા લાવવા માંગતી હતી, જે આજ વિરોધ કરે છે….!!! કોંગ્રેસે ચુંટણીના મેનિફેસ્ટોમાં કૃષિ કાયદા સામેલ કર્યા હતા, જેનો કોંગ્રસ વિરોધ કરે છે….!!!
શકરાભાઈ ઃ એટલે કોંગ્રેસ જીતી ન શકી તો કોંગ્રેસના વચનો પાળવાનું કામ ભાજપ સરકાર કરે છે, એમ ને….!?! GST કોંગ્રસ લાવવા માંગતી હતી, મોદીસાહેબે વિરોધ કરેલો અને સતામાં આવ્યા પછી કોંગ્રેસ સરકારનું અધૂરૂ કામ પૂરૂ મોદીસાહેબે કરી GST લઈ આવ્યા… કૃષિ કાયદાનું વચન કોંગ્રસનું અને મોદીસાહેબે પૂરૂ કર્યુ….!!! કોંગ્રસનો વિરોધ અને કોંગ્રસના રસ્તે જ ચાલવાનું…?!?
શાણાભાઈ ઃ કૃષિ કાયદાથી ખેડૂતોને તો ફાયદો જ છે ને….??? પોતાની ઉપજ પોતાને ફાયદો મળે ત્યાં વેચી શકે…!!!
શકરાભાઈ ઃ હવે, તમે પણ વ્હોટસ એપીયા વિશ્લેશકો જેમ વિશ્લેશક ન બનો… આટલી મોટી સંખ્યમાં ખેડૂતો વિરોધ કરવા અમસ્તા સમજ્યા વગર નીકળી પડ્યા છે…?!?
શાણાભાઈ ઃ એ તો વિરોધ પક્ષો ખુડૂતોના ખંભે બંદૂક રાખી સરકારને નિશાન બનાવે છે…. એવું નથી લાગતું…?!?
શકરાભાઈ ઃ વિરોધ પક્ષ આટલો મજબૂત થઈ ગયો કે આટલી મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધ પક્ષની વાતમાં આવી ગયા…?!?
શાણાભાઈ ઃ અત્યારે તો પ. બંગાળમાં સામસમી નિશાન તકાયા છે…. કોરોના કાળમાં ફિલ્મો નથી બની પણ ચુંટણીઓ યોજાતા લોકોને રાજકીય થ્રીલર ફિલ્મોમાંથી મનોરંજન સારૂ મળી રહે છે…!!!
શાણાભાઈ ઃ પ. બંગાળમાં ભાજપને સામે બરાબર બળૂકી વાઘણ મળી છે….!!! બેઉ બળીયા બાથે વળગ્યા છે….!!! ચુંટણી સુધી પ. બંગાળની થ્રીલર ફિલ્મ લોકોને જાેવા મળતી રહેવાની…!!!
શાણાભાઈ ઃ ર૦ર૦ તો આમ જ પૂરુ થયું, ર૦ર૧નું કેમ લાગે છે…??? કોરોના વેકસીન કોરોનાને રોકી શકશે…???
શકરાભાઈ ઃ નિવડે વખાણ….!!! કોરોના વેકસીન ઉતાવળે જરૂર બની છે…. પણ વૈજ્ઞાનિકોએ વેકસીન બરાબર બધી રીતે તપાસીને જ સરકાર સમક્ષ મંજૂરી માટે રાખી હશે… અને વિષેશજ્ઞોની તપાસ બાદ જ સરકાર મંજૂરી આપશે… સરકાર બિનજરૂરી જાેખમ લેવાનું ટાળે જ…. બાકી, એ વાત નક્કી છે, વેકસીન સાથે તકેદારી જરૂરી છે… માસ્ક એ જ ઉત્તમ વેકસીન છે….
શાણાભાઈ ઃ માસ્કમાં તો મોટી બબાલો થાય છે…..પોલીસ અને લોકો વચ્ચે ટસલો વધતી જાય છે….
શકરાભાઈ ઃ લોકોએ જ સમજીને કોરોના સામે તકેદારીરૂપ સુરક્ષાક્વચ માસ્ક અચૂક પહેરવું જાેઈએ… અને પોલીસે પણ જબરજસ્તી કરતાં સમજદારીપૂર્વક માસ્ક પહેવાનો અમલ કરાવો જાેઈએ… પોતાની બંધ કારમાં એક વ્યક્તિ માસ્ક વગર ડ્રાઈવ કરતો હોય તો પોલીસે દંડના ટાર્ગેટ પૂરા કરવા દંડ ન કરવો જાેઈએ…. કારમાં એક જ પરિવાર મુસાફરી કરતો હોય ત્યારે મહિલા, બાળકો કે બુઝર્ગે શરતચૂકથી માસ્ક નાક નીચે પહેર્યુ હોય એવા સંજાેગોમાં પોલીસે સમજદારસપૂર્વક ટસલમાં ઉતર્યા વગર યોગ્ય અમલવારી કરાવવી જાેઈએ…
શાણાભાઈ ઃ પણ, માસ્ક માટે પોલીસને ઉપરથી ટાર્ગેટ આપ્યા હોય એનું શું…?!?
શકરાભાઈ ઃ ટાર્ગેટ આપવા એ નરી મૂર્ખાય જ કહેવાય….!!! લોકહીતમાં ટાર્ગેટ નહીં, સમજદારી જરૂરી છે….

શાણાભાઈ ઃ પણ, પેલા ઈસ્કોનવાળા પ્રવિણભાઈ કોટકે તો લોહાણા મહાપરિષદના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું ને….?!? વિરોધ તો પ્રવિણભાઈના બીજીવાર પ્રમુખ બનવા સામે જ હતો ને….?!?
શકરાભાઈ ઃ પ્રમુખ તરીકે રાજીનામું આપી પોતાના મુંબઈવાળા મિત્રને જ પ્રમુખ તરીકે બુધ્ધિપૂર્વક ગોઠવી દીધા…!!! એમાં ફાયદો તો મુંબઈવાળાને જ થયો….!!!

શાણાભાઈ ઃ આજકાલ લોહાણા સમાજમાં શું ડખ્ખો ચાલે છે….???
શકરાભાઈ ઃ રાજકારણ ચાલે છે….!!!
શાણાભાઈ ઃ સમાજમાં રાજકારણ….?!?
શકરાભાઈ ઃ હાસ્તો…. સત્તા આવે ત્યાં રાજકારણ આવે જ…!!!
શાણાભાઈ ઃ પણ, પેલા ઈસ્કોનવાળા પ્રવિણભાઈ કોટકે તો લોહાણા મહાપરિષદના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું ને….?!? વિરોધ તો પ્રવિણભાઈના બીજીવાર પ્રમુખ બનવા સામે જ હતો ને….?!?
શકરાભાઈ ઃ પ્રમુખ તરીકે રાજીનામું આપી પોતાના મુંબઈવાળા મિત્રને જ પ્રમુખ તરીકે બુધ્ધિપૂર્વક ગોઠવી દીધા…!!! એમાં ફાયદો તો મુંબઈવાળાને જ થયો….!!!
શાણાભાઈ ઃ એટલે પ્રવિણભાઈ સામેના આંદોલનમાં મુંબઈવાળાનો તો ખેલ ન હતો ને…?!?
શકરાભાઈ ઃ એવું પણ હોય શકે….!!! પણ લોહાણા મહાપરિષદના પ્રમુખનો હોદ્દો તો માત્ર મોભા પુરતો જ છે…!!! જે મહાપરિષદની માલવાળી સંલગ્ન સંસ્થાઓ છે, એ સંસ્થાઓ પર તો મુંબઈવાળા એક લોહાણા સમાજના આગેવાનનું જ વર્ચસ્વ વર્ષોથી છે, જેમાં છેલ્લા મહાપરિષદના જે ગુજરાતના ત્રણ પ્રમુખો રહ્યા એમનું કોઈ વજૂદ જ નહતું… છેલ્લે કોલકતાના આખા બોલા મહાપરિષદના પ્રમુખ હતા, એ કંઈક અંશે એ સંસ્થામાં ઘૂસ મારી શકેલા. બાકી જયંતિભાઈ કુંઢલીયા જેવા બળૂકા કે યોગેશભાઈ લાખાણી જેવા મહારથી એડવોક્ટને પણ મુંબઈવાળા એ આગેવાને મચક આપી ન હતી…. પ્રવિણભાઈ કોટકને તો મહાપરિષદના પ્રમુખના મોભામાં જ રસ હતો…. એટલે માસ્તર મારેય નહીં અને ભણાવેય નહીં…. પ્રવિણભાઈએ બિઝનેસ માઈન્ડ વાપરી અને અમદાવાદની સોલા ભાગવત ટ્રસ્ટમાં ઘૂસ મારવા સોલા ભાગવત ટ્રસ્ટની જગ્યામાં મહાષરિષદની બીજી સંસ્થા રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટમાંથી ફંડનો ઉપયોગ કરી ભવન ઊભુ કર્યુ અને આ ભવનમાં મુંબઈના એક ટ્રસ્ટમાં સતિષભાઈ ટ્રસ્ટી છે એમણે વાયા રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટમાં રોકાણ કરી પ્રવિણભાઈ સાથે મિત્રતા દાખવી, જેનો લાભ આખર મહાપરિષદના પ્રમુખ બનાવી પ્રવિણભાઈએ આપ્યો…!!!
શાણાભાઈ ઃ સોલા ભાગવત ટ્રસ્ટમાં તો પ્રવિણભાઈ અને સતિષભાઈ પણ ટ્રસ્ટી બનવાના છે કાંઈક….!!!
શકરાભાઈ ઃ લોહાણા મહાજનમાં અમુક લોકો જેમ લટકતાં-ભટકતાં ટ્રસ્ટી બનેલા એમ અત્યારે તો હવામાં જ….!!! બાકી સોલા ભાગવત ટ્રસ્ટને પારકા પૈસે ભવન પોતાની જગ્યામાં બની ગયું….!!!
શાણાભાઈ ઃ આ લોહાણા મહાપરિષદના મુંબઈવાળા પ્રમુખનું કેમ લાગે છે….???
શકરાભાઈ ઃ એ તો ભાવનગરવાળા ચંદારાણાની જેમ પહેલેથી જ લડવૈયા છે….. ભાવનગરમાં જેમ સામસામી પોલીસ કેઈસો કરાવી એકબીજાને પોલીસ સ્ટેશનનમાં બેસાડેલા, કંઈક એવું જ મહાપરિષદના આ નવા પ્રમુખ મુંબઈમાં કરી ચૂક્યા છે…!!! મુંબઈના એ મુત્સદી આગેવાન અને નવા પ્રમુખ એક સમયે સામસામી હતા, એ આજે સાથે હોય એવું લાગે છે….. આ જ તો ખરૂ રાજકારણ કહેવાય ને….?!?
શાણાભાઈ ઃ એમ તો મુંબઈમાં લોહાણા સમાજની લોહાણા કો ઓપરુટીવ બેંક પણ હતી ને….
શકરાભાઈ ઃ એ પણ મુંબઈના લોહાણા સમાજના આગેવાનોની અંદરોઅંદરની રાજકકીય લડાઈનો ભોગ બની હોવાનું પણ ચર્ચાય છે…. બાકી મહાપરિષદના નવા પ્રમુખ છે ખંધા રાજકારણી….!!! પ્રવિણભાઈની જગ્યાએ બુધ્ધિપૂર્વક ગોઠવાય ગયા….!!!
શાણાભાઈ ઃ હાલવા દ્યો, ત્યારે બધા ક્ષેત્રમાં રાજકારણ જ છે…. ચાલો ત્યારે, પોલીસ સીટી મારે એ પહેલાં ઉથલી કરીયે….
શકરાભાઈ ઃ આવજાે ત્યારે…. રામે…રામ….
શાણાભાઈ ઃ આવજાે રામ…રામ… શકરાભાઈ….