ગાંધીનગર જૂના સચિવાલયની બિલ્ડીંગમાં આગ : સરકારી કાગળ, ફર્નિચર અને ડિજિટલ ડીવાઈસને મોટા પ્રમાણમાં પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન

ગાંધીનગરના જૂના સચિવાલયની બિલ્ડીંગમાં આજે આગ લાગવાની ઘટના બની હતી. આજે સવારે 8 વાગ્યાના અરસામાં ઓફિસનું કાર્ય શરુ થાય એ પહેલા કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. જૂના સચિવાલયના ગેટ પાસે આવેલા બ્લોક નંબર 16ના પહેલા માળે આગ લાગતા ધુમાડાના ગોટા નીકળતા જોવા મળતા ભાગદોડ મચી ગઈ હતી. ફાયર વિભાગે તુરંત ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુમાં લીધી હતી. આ આગ લાગી ત્યારે કચેરીના કર્મચારીઓ કે અધિકારીઓ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી.

આજે સવારે જુના સચિવાલયના પરિસરમાં હાજર લોકોને પહેલા મળે બારીમાંથી ધુમાડા નીકળતા દેખતા તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. ત્યાર બાદ આગ પ્રસરી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ આગમાં વિકાસ કમિશ્નર કચેરી ઝપેટમાં આવી ગઇ હતી. ફાયરની 4 ગાડીઓ આશરે 50 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો છે. અત્યારે ધુમાડાને બહાર કાઢવાની અને કુલીંગ કરવાની કામગીરી કરાઇ રહી છે. હાલ FSLની ટીમ આગ લાગવાના કારણોની તપાસ કરી રહી છે.

કચેરીમાં રહેલા સરકારી કાગળ, ફર્નિચર અને ડિજિટલ ડીવાઈસને મોટા પ્રમાણમાં પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે.