આલિયા ભટ્ટનું થયું સીમંત (Baby Shower Ceremony) : રણબીર કપૂરના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાશે…
બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાશે ત્યારે કપૂર અને ભટ્ટ પરિવાર બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં આલિયા ભટ્ટની બેબી શાવર સેરેમની થઈ હતી, જેમાં કરિશ્મા કપૂર, નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સાહનીએ હાજરી પૂરાવી હતી. આ સિવાય કપૂર અને ભટ્ટ પરિવારના ઘણા ખાસ સભ્યો આલિયાની ખુશીમાં સામેલ થયાં હતાં.