ઉદ્ધવ ઠાકરે અને શિંદે જૂથ આમને-સામને : ઠાકરે જૂથના કાર્યકર્તાઓ તરફ અશ્લીલ હરકતો કરતાં શિંદે જૂથના કાર્યકર્તાઓની પીટાઈ…

શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરેનું જૂથ એક સાથે દશેરા રેલીના દિવસે આયોજન કરી રહ્યા છે. ત્યારે આ બંને જૂથના કાર્યકર્તાઓ વચ્ચે મારપીટનો મામલો પણ સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર નાશિક આગરા હાઈવે સ્થિત ઈગતપુરી કસારાના શિવારા નજીક શિંદે જૂથના સમર્થકોએ બોલેરો બસને ઓવરટેક કરી હતી, જેમાં ઠાકરે જૂથના કાર્યકર્તાઓ નાશિકથી મુંબઈની રેલીમાં સામેલ થવા જઈ રહ્યા હતાં. આરોપ છે કે આ દરમિયાન ઠાકરે જૂથના કાર્યકર્તાઓ તરફ અશ્લીલ હરકતો કરવામાં આવી હતી, જે બાદ મહિલા કાર્યકર્તાઓએ કાર રોકીને શિંદે જૂથના કાર્યકર્તાઓની પીટાઈ કરી હતી.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વવાળી શિવસેનાને દાદરના શિવાજી પાર્કમાં અને એકનાથ શિંદે જૂથને બીકેસી મેદાનમાં રેલી માટે આયોજનની અનુમતિ મળી છે. બંને કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર પોલીસે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.