સાવરકુંડલામાં ગણપતિનો 21 લાખ રૂપિયાની ચલણી નોટોથી શણગાર…..

દેશ સહિત ગુજરાતમાં ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે હવે પર્યાવહણ પ્રેમીઓ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે. ક્યાંક ડ્રાઇફ્રૂટના ગણેશજી તો ક્યાંક ગણેશજીની મૂર્તિમાં ઘાસ, પેપર, ચિન્દ્રી, માટી, ખાવાનો ગમ, ડ્રાઇફ્રૂટ વગેરેથી બાપ્પાની મૂર્તિઓ તૈયાર કરાઇ છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સદભાવના ગ્રુપના ગણપતિને રૂપિયા 2000 થી 20 રૂપિયા સુધીની ચલણી નોટો ગોઠવીને 21 લાખ રૂપિયાની ચલણી નોટોથી શણગારવામાં આવ્યા છે. ગણેશજીને ચલણી નોટોના શણગારવે જોવા માટે અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. જોકે 21 લાખના શણગારની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. અહીં ભગવાન ગણેશની મૂર્તિના પંડાલમાં જ્યાં નજર જાય ત્યાં ચલણી નોટો દેખાય છે. ત્યાં જ પંડાલમાં સ્ટેજથી લઇ મંડપ પર પણ ચલણી નોટોને ખુબ જ સારી રીતે ગોઠવી દેવાઇ છે.