મહિલાઓ એકલી ઘરની બહાર ન નીકળે, નહીંતર આવી ઘટના(બળાત્કાર) થશે : રાષ્ટ્રીય મહિલા પંચના વડા ચંદ્રમુખી દેવીનું વિવાદીત નિવેદન, વિરોધ થતાં સ્પષ્ટતા…!!!

દેશમાં અને ખાસ કરીને ઉતર પ્રદેશમાં સતત વધી રહેલા બળાત્કાર તથા મહિલાઓ સામે અત્યાચારની ઘટનાઓમાં મહિલા રાષ્ટ્રીય પંચનાં વડા ચંદ્રમુખી દેવીએ મહિલાઓને એકલા ઘર બહાર ખાસ કરીને સાંજના સમયે જવા સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે મહિલાઓએ છેવટે નાના બાળકને પણ સાથે રાખવુ જોઈએ.

મહિલા પંચના અધ્યક્ષે કહ્યું કે જો મહિલા એકલા જ બહાર જતા હશે તો આવી ઘટનાઓ (બળાત્કાર) થવાની શકયતા રહે છે યુપીનાં બરૈસામાં જે ઘટના બની તેમાં પોલીસની નિષ્ફળતા જવાબદાર ગણાવતાં કહ્યું કે મહિલા સાથે અત્યંત અમાનવીય અત્યાચાર થયો છે. મહિલાનું જીવન બચાવી શકાયું હોત જોકે મહિલાઓએ એકલુ બહાર નિકળવુ જોઈએ નહિં નહીંતર બળાત્કારનો ભોગ બની શકે છે તેવા તેમના વિધાનોની ભારે ટીકા થઈ હતી.પછી તેઓને સ્પષ્ટતા કરવી પડી હતી અને કહ્યું કે મહિલાને મુકત રીતે ફરવાનો તમામ અધિકાર છે તેની સલામતીની જવાબદારી સમાજ અને સરકારની છે.