પત્રકાર પોપટલાલની પ્રતિક્ષાનો અંત : “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સિરિયલમાં પોપટલાલને દુલ્હનિયા મળી જશે…!!!

શૈલેષ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને હંમેશ માટે અલવિદા કહી દીધું છે શોમાં નવી એન્ટ્રી પણ થઈ છે. જૂના ચહેરાઓ વિદાઈ રહ્યા છે ત્યારે નવા ચહેરાઓની એન્ટ્રી શોને આગળ વધારવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે. સિરિયલમાં પોપટલાલની પ્રતિક્ષાનો અંત નજીક આવી ગયો છે અને તેને પ્રતિક્ષાના રૂપે પત્ની મળી જશે.

પ્રતિક્ષાનું પાત્ર ભજવનારી અભિનેત્રીનું નામ છે ખૂશબુ પટેલ.  જી હાં, પોપટલાલની ભાવિ દુલ્હનિયાની રાહ જોવાઈ રહી છે. પોપટલાલના સંબંધની વાત પાક્કી થઈ ગઈ છે  શોમાં ખૂબ જ શરમાળ છોકરીના રોલમાં જોવા મળેલી ખુશ્બુ પટેલની રિયલ લાઈફ વિશે વાત કરીએ તો તે ખૂબ જ સ્ટાઇલિશ છે.