સૌરાષ્ટ્રમાં 27, 28 અને 29મે દરમિયામ વરસાદની આગાહી…

કાળઝાળ ગરમીને કારણે ભઠ્ઠીમાં શેરાતા સૌરાષ્ટ્રમાં 27, 28 અને 29મે દરમિયામ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજકોટ અને અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી ગરમીમાંથી આંશિક રાહત મળશે.

સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના દરિયામાં ભારે પવન ફૂકાવાની સંભાવનાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

નોંધનીય છે કે વલસાડમાં હવામાનમાં અચાનક પલટો આવતાં છેલ્લાં બે દિવસથી વાદળછાયું હવામાન રહ્યું હતું અને વરસાદ પડતાં લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. સમય પહેલાના આ વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કેરીના પાકને નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.