“ફ્રી લોહાણા બાયો ડેટા”ના નામે Whatsapp ગ્રૂપ બનાવી બાયો ડેટા મેળવી વેચવાનો ધંધો ચાલી રહ્યો છે : જૂનાગઢનાં લોહાણા કાર્યકર્તા નિલેશ દેવાણીએ જુનાગઢ પોલીસમાં તપાસ માટે અરજી આપી…..

વર્તમાન યુગમાં દીકરા-દીકરીઓના સગપણ કરવા યોગ્ય પત્ર શોધવું પેચીદું બનતું જાય છે. જેના કારણે અનેક મેરેજ બ્યૂરો અસ્તિત્વમાં આવ્યા છે. જેમાંથી ઘણા પ્રમાણિકતાથી કામ કરે છે, તો ઘણા મેરેજ બ્યૂરો વ્યવસાયિક બન્યા છે.

મોટા ભાગની જ્ઞાતિઓમાં સગપણના હેતુ માટે સમાજ સેવા ઉત્સાહીત આગેવાનો Whatsaap અને Facebook જેવા સોશ્યલ મીડિયામાં સગપણ ગૃપ્સ બનાવતા હોય છે અને લગ્ન ઈચ્છુક દીકરા-દીકરીઓના વડીલો સોશ્યલ મીડિયાના ગ્રૂપસમાં બાયો ડેટા પોસ્ટ કરતાં હોય છે… જેમાંથી ઘણી વાર યોગ્ય પાત્ર મળી જતાં દીકરા-દીકરીઓના ઘર બંધાય જતાં હોય છે. જે એક સારી સામાજિક પ્રવૃતિ છે.

પરંતુ આવા સગપણ જેવા સામાજિક મુદ્દે પણ સમાજના લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ગ્રૂપસમાં પોસ્ટ કરવામાં આવેલ બાયો ડેટા વેચવાનો ગેરકાયદેસર વ્યવસાય પણ કરતાં હોય છે. આવા જ મુદ્દે જૂનાગઢનાં લોહાણા કાર્યકર નિલેશ દેવાણીએ જુનાગઢ પોલીસમાં લેખિત ફરિયાદ આપી છે. “ફ્રી લોહાણા બાયો ડેટા” નામે Whatsaap પર ગ્રૂપ બનાવી કોઈ શખ્સ લોહાણા સમાજની દીકરીઓની બાયો ડેટા મેળવી અન્ય સમાજ અને વિધર્મીઓને વેચતા હોવાનો આરોપ ફરિયાદમાં લગાવેલ છે.