ગુજરાતનાં વિદ્યાર્થીઓ એક દિવસ પૂરતા બનશે ધારાસભ્યો : જુલાઈ મહિનામાં યુવા સંસદ કાર્યક્રમ હેઠળ સ્પોશિયલી વિધાર્થીઓ માટે એક દિવસનું વિધાસભા સત્ર…

ગુજરાત વિધાનસભા ભારત દેશના ઇતિહાસમાં પ્રથમ વાર એક નવતર પ્રયોગ કરવા જઈ રહી છે. યુવા સંસદ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત વિધાનસભા ખાતે આગામી જુલાઈ માસમાં એક દિવસીય વિશેષ સત્રનું આયોજન કરાશે, જેમાં વિધાનસભ્યોને બદલે વિદ્યાર્થીઓ ગૃહની કાર્યવાહી સંભાળશે. વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યપ્રધાન, અન્ય પ્રધાનો અને વિપક્ષ નેતા પણ વિદ્યાર્થીઓ જ બનશે.

મળતી મહતી મુજબ વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય દ્વારા આ કાર્યક્રમને સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી છે. જુલાઈ મહિનામાં યુવા સંસદ કાર્યક્રમ હેઠળ સ્પોશિયલી વિધાર્થીઓ માટે એક દિવસનું વિધાસભા સત્ર બોલાવવામાં આવશે. ટૂંક સમયમાં આ કાર્યક્રમની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.આ માટે વિધાર્થીઓની પસંદગી રાજ્યના ખૂણેખૂણેથી કરવામાં આવી રહી છે. ધોરણ ૧૧ અને ૧૨માં અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓની પસંદગી કરવામાં આવશે. આ કાર્યક્રમ અંગેની સમગ્ર કામગીરી સ્કૂલ પોસ્ટ સંસ્થાને સોંપી દેવામાં આવી છે.

આ વિશેષ સત્રમાં ૧૮૨ વિદ્યાર્થીને ધારાસભ્ય તરીકે બોલાવાશે. આ વિદ્યાર્થીઓમાંથી જ એક વિદ્યાર્થી મુખ્યપ્રધાન બનશે, એક વિદ્યાર્થી વિપક્ષ નેતા બનશે, જ્યારે એક વિદ્યાર્થીને અધ્યક્ષ બનશે અને બાકીના ૧૭૯ વિદ્યાર્થી ધારાસભ્ય તરીકે હાજરી આપશે. વિધાર્થીઓને જ વિવિધ વિભાગના પ્રધાન બનાવાશે. જે રીતે સામાન્ય વિધાનસભાના સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળ હોય છે એ જ રીતે વિદ્યાર્થીઓ માટે આયોજિત વિધાનસભા સત્રમાં પણ પ્રશ્નોત્તરી કાળ યોજાશે, જેમાં ધારાસભ્ય તરીકે બેઠેલા વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછશે અને પ્રધાન બનેલા વિદ્યાર્થીઓ જવાબ આપશે.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિધાર્થીઓ વિધાનસભા અને સંસદમાં ચાલતી પ્રક્રિયાથી વાકેફ થાય તથા રાજકીય ગતિવિધિ વિશે વાકેફ થઈ શકે એ માટેનો છે.