રિઝર્વ બેન્ક જૂનમાં વ્યાજ દરમાં વધારો કરી શકે છે : RBI ગવર્નર શક્તિકાંતા દાસ

RBI ગવર્નર શક્તિકાંતા દાસે એવા સંકેત આપ્યા હતા કે પાછલા ચાર મહિનાથી સતત નિર્ધારિત લક્ષ્યાંકથી ઊંચી સપાટીએે જઇ રહેલા ફૂગાવાને નિયંત્રણમાં લેવા માટે રિઝર્વ બેન્ક જૂન મહિનાના પહેલા અથવા બીજા અઠવાડિયે વ્યાજ દરમાં વધારો કરી શકે છે. જોકે, એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે વ્યાજ દરના વધારા અંગેની અટકળો તદ્દન ગેરવાજબી છે. થોડો ઘણો વધારો થશે, પરંતુ તે કેટલો થશે એ અંગે હું અત્યારે કશું કહી ના શકું, પરંતુ ૫.૧૫ ટકા જેવી અટકળો કરવી યોગ્ય ના કહેવાય…!

રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની આગામી બેઠક છથી આઠમી જૂન દરમિયાન યોજાવાની છે. રિઝર્વ બેન્કે આ મહિનાની શરૂઆતમાં આરબીઆઇએ અચાનક નિર્ધારિત કરેલી બેઠક બાદ રિપોઝીશન રેટમાં ૪૦ ટકા વધારો જાહેર કરીને નવો રેપો રેટ ૪.૪૦ ટકા જાહેર કર્યો હતો.

દાસે કહ્યું હતુંં કે, આરબીઆઇ અને સરકારે ફુગાવો નાથવા માટે સંકલિત પગલા લેવા માટે નવા તબક્કામાં પ્રવેશ કર્યો છે. પાછલા ત્રણેક મહિનામાં રિઝર્વ બેન્કે ફુગાવાનું જોર ઘટાડવા માટે અનેક પગલાં લીધાં છે. જ્યારે સરકારે પણ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ અને પેટ્રોલ તથા ડીઝલની એકસાઇઝ જકાતમાં ઘટાડા જેવા પગલાં લીધા છે.