એલઆઇસીનો આઇપીઓ ત્રીજા દિવસે પહેલા કલાકમાં ભરાઇ ગયો….
એલઆઇસીનો આઇપીઓ આખરે ત્રીજા દિવસે પૂર્ણ ભરાઇ ગયો છે. રિટેલ સેગમેન્ટમાં ૬.૯ કરોડ શેરની બિડ સામે ૭.૨ કરોડની બિડ મળ્યા બાદ દેશનો આ સોથી મોટો આઇપીઓ ત્રીજા દિવસે પહેલા કલાકમાં ભરાઇ ગયો હતો.
પોલિસી હોલ્ડર અને એમ્પ્લોયી પોર્શન અનુક્રમે ત્રણ ગણો અને અઢીગણો ભરાયો હતો. જોકે, સતત બીજા દિવસે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (ક્વીબ્સ) અને નોન- ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (એનઆઇઆઇ)નો પ્રતિસાદ નબળો રહ્યો હતો. ક્વિબ્સનો હિસ્સો ૪૦ ટકા અને એનઆઇઆઇનો હિસ્સો ૫૦ ટકા ભરાયો હતો.
એલઆઇસીની પબ્લિક ઓફર માટે સબ્સ્ક્રિપ્શન માટે શનિવાર અને રવિવારે ચાલુ રાખવામાં આવ્યુું છે. બજારના પીઢ અનુભવીએ કહ્યું હતું કે પબ્લિક ઓફર માટે આવી વિશેષ છૂટ કદાચ પહેલી જ વખત આપવામાં આવી છે.