રિઝર્વ બેન્કે પોલિસી રેપો રેટ 40 બેસિસ પોઈન્ટ વધારી કરીને 4.40% કર્યો…

દેશમાં વધી રહેલી મોંઘવારીના પડકારનો સામનો કરવા માટે RBI ગવર્નરે બુધવારે મોટી જાહેરાત કરી છે. રિઝર્વ બેન્કે પોલિસી રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.40% કરવાની જાહેરાત કરી છે. આને કારણે બેંકો પાસેથી લોન લેવી મોંઘી થઈ જશે.

રશિયા-યુક્રેન યુદ્ધને લઈને વધતી અનિશ્ચિતતા અને રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉં અને ખાદ્યપદાર્થોની કિંમતોમાં ઉથલપાથલને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને ઇન્ડોનેશિયાની સરકાર દ્વારા પામ તેલની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધની અસર પડી છે. ખાદ્ય તેલોમાં પામ તેલનો ઉપયોગ થાય છે તેના ભાવમાં વધારાની શક્યતા છે. આરબીઆઈ ગવર્નરે આગાહી કરી છે કે ફુગાવો હાલ ઊંચો રહેશે. તેની અસર હોમ લોન અને અન્ય પ્રકારની લોનના વ્યાજ દર પર પડી શકે છે.