શું ટૂંક સમયમાં કેટરિના ‘ગુડ ન્યૂઝ’ આપશે…?!?

ગયા વર્ષે ડિસેમ્બરમાં જ કેટ-વિકીનાં લગ્ન થયાં અને લગ્નના ચાર મહિના બાદ જ હવે ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કેટ-વિકીના ઘરે હવે નન્હેં મહેમાનની કિલકારીઓ ગૂંજવાની છે. આવી ચર્ચાઓનું કારણ છે હાલમાં એરપોર્ટ પર કેટરિના કૈફ પિંક કલરના ઢીલા સલવાર-સૂટમાં જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થયો અને બસ અહીંથી અફવાઓનું બજાર એકદમ ગરમાગરમ થઈ ગયું.

આ વાઈરલ વીડિયો પર યુઝર્સ જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે જેમાં એક યુઝરે લખ્યું હતું કે કેટરિના પ્રેગ્નન્ટ હોય એવું લાગી રહ્યું છે, તો બીજા યુઝરે લખ્યું હતું કેટ બહુ જ જલદી મમ્મી બનશે. એક યુઝરે તો એવું સુધ્ધાં લખ્યું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન થોડી વીકનેસ આવી જાય છે અને કેટને પણ થોડી નબળાઈ આવી હોય એવું લાગે છે. તો વળી કોઈકે એવી કમેન્ટ પણ કરી હતી કે તે પ્રેગ્નન્ટ છે એટલે જ તેણે ઈન્ડિયન કપડાં પહેર્યાં છે… ખેર, આ બાબતે કેટરિના કે વિકી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી એટલે સાચું ખોટું તો રામ જાણે….

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં કેટરિનાએ ફિલ્મ ‘ટાઈગર થ્રી’નું શૂટિંગ પૂરું કર્યું છે અને તે હવે ‘મેરી ક્રિસમસ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જ્યારે તેની ફિલ્મ ‘ફોન ભૂત’ રિલીઝ થવા માટે તૈયાર છે.