ટ્વીટર હવે ફ્રી નહીં, સરકાર અને વ્યાપારી વપરાશકર્તાઓએ કિંમત ચૂકવવી પડશે : એલોન મસ્કની મોટી જાહેરાત

ટ્વીટર ખરીદી લીધા બાદ એલોન મસ્કે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે ટ્વીટર હવે સંપૂર્ણપણે ફ્રી નહીં થાય. સરકાર અને વ્યાપારી વપરાશકર્તાઓએ તેના ઉપયોગ માટે કિંમત ચૂકવવી પડશે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે ટ્વીટર કેઝ્યુઅલ યુઝર્સ માટે ફ્રી રહેશે.

એલોન મસ્કની ટ્વીટ પરથી એ સ્પષ્ટ થાય છે કે તેઓ હવે ખોટમાં ચાલતા ટ્વીટરને નફામાં ફેરવવા માગે છે. તેમની નજર એવા વપરાશકર્તાઓ પર છે જેઓ પોતાના ફાયદા માટે ટ્વીટરનો ઉપયોગ કરે છે.
એલોન મસ્કે ટ્વીટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું છે.