રોબર્ટ વાડ્રાએ પ્રિયંકા ગાંધીને ઇનસ્ટાગ્રામ પર ખાસ અંદાજમાં વેલેન્ટાઇન ડે વિશ કર્યું….
આજે પૂરી દુનિયામાં લોકો વેલેન્ટાઇન ડે મનાવી રહ્યા છે. એવામાં કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીને પતિ રોબર્ટ વાડ્રાએ ઇનસ્ટાગ્રામ પર ખાસ અંદાજમાં વેલેન્ટાઇન ડે વિશ કર્યું હતું, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યું છે. રોબર્ટ વાડ્રાએ મેસેજ લખ્યો છે કે હેપ્પી વેલેન્ટાઇન ડે P…પ્રેમ (લવ), સ્નેહ (અફેકશન) અને ખુશીઓ (હેપ્પીનેસ)ની શુભેચ્છા આજે અને હંમેશા. આ મેસેજ સાથે રોબર્ટ વાડ્રાએ દિલની ઇમોજી પણ પોસ્ટ કરી છે.
પ્રિયંકાએ રાજકારણમાં આવવા પાછળ રોબર્ટ વાડ્રાનો સપોર્ટ પણ એક કારણ છે. રોબર્ટ વાડ્રા પ્રિયંકાના જીવનસાથી છે. દીકરી પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાની લવ સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. બ્રિટિશ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા. ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત થવા લાગી. પ્રિયંકાની સાદગી પર રોબર્ટ વાડ્રાનું દિલ આવી ગયું હતું.
એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે જ્યારે હું રોબર્ટને પહેલીવાર મળી ત્યારે 13 વર્ષની હતી. એ મને એવી જ રીતે મળતા જેવી રીતે અન્ય મિત્રોને મળતા હતા. એમની આ વાત મને ખૂબ પસંદ આવી હતી.
રોબર્ટ એક બિઝનસમેન ફેમિલીથી સંબંધ ધરાવે છે. પ્રિયંકા અને રોબર્ટના લગ્નમાં ઘણી અડચણો આવી હતી. રોબર્ટને લઇને ગાંઘી પરિવાર રાજી નહોતો, પરંતુ પ્રિયંકા ગાંધીનું દિલ તો રોબર્ટ વાડ્રાએ ચોરી લીધું હતું.
બંનેએ મળીને મહામહેનતે પરિવારને રાજી કર્યા. અંતે 18મી ફેબ્રુઆરી 1997માં પ્રિયંકા અને રોબર્ટના લગ્ન થયા. એમના લગ્ન હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે થયા હતા. પ્રિયંકા અને રોબર્ટને બે બાળકો છે.